મહારાષ્ટ્રમાં ફડણવીસનું રાજીનામુ
મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલાં જ એક કલાકની અંદર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું છે. બંનેએ 4 દિવસ પહેલાં શનિવારે સવારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની હાજરીમાં ગોપનીયતાના શપથ લીધા હતા. ફડણવીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સૌથી મોટો જનાદેશ ભાજપને આપ્યો છે. અમને 70 ટકા અને ભાજપને 40 ટકા સીટો મળી છે. તેમણે સોદાબાજી શરૂ કરી દીધી. અમે સ્પષ્ટ કહ્યું હતું કે, જે વાત નક્કી નથી થઈ તેની જીદ ન કરશો.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ હતુકે, અજીત પવારે કહ્યુકે, સરકાર બનાવવા માટે અમે તમારો સાથે આપીશું, જેથી સ્થાઈ સરકાર બની શકે. પરંતુ જ્યારે બહુમત સાબિત કરવાનો સમય આવ્યો તો અજીત પવારે મને મળીને કહ્યુ હતુકે, ગઠબંધન ચાલું રાખી શકીશ નહી અને અલગ થવાની વાત કરી હતી.
અજીત પવારે ડેપ્યૂટી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું ડેપ્યૂટી સીએમ અજીત પવારે બપોરે 2 વાગતા રાજીનામું આપી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપ કોર કમિટિની બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન ઉપમુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવાર મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમણે રાજીનામું સોંપ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે માંગણી કરી છે કે, બાલા સાહેબ થોરાટને પ્રોટેમ સ્પીકર પસંદ કરવામાં આવે. જે વિધાનસભામાં સૌથી સીનિયર છે અને તેઓ 8 વાર ધારાસભ્ય રહ્યા છે.
ફડણવીસે કહ્યુકે, મહારાષ્ટ્રની જનતાએ શિવસેના-બીજેપીને મહુમત આપ્યુ હતુ. પરંતુ શિવસેનાનાએ પરિણામો બાદ પોતાનું વલણ બદલી નાખ્યુ હતુ. અમે ક્યારેય પણ અઢી-અઢી વર્ષના ફોર્મુલાનો વાયદો કર્યો ન હતો. અમિત શાહે સ્પષ્ટ કર્યુ હતુકે, મુખ્યમંત્રી બીજેપીનો જ રહેશે. સીટો જોઈને શિવસેનાએ પોતાનું વલણ બદલ્યુ હતુ.