મહારાષ્ટ્રમાં ફરજિયાત માસ્ક પહેરવાનો સરકારનો આદેશ
મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું છે.મહારાષ્ટ્ર સરકારે કોવિડના કેસોમાં થયેલા વધારાને કારણે ખુલ્લી જગ્યાઓ સિવાય જાહેરમાં ફરજિયાત માસ્કનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે ૩ જૂનના રોજ જિલ્લા અને નગરપંચાયત અને મહાનગરપાલિકાને કોરોનાવાયરસનું ટેસ્ટિંગ વધારવા પણ સૂચન કરાયું છે.લોકોએ ટ્રેન, બસ, સિનેમાઘરો, ઓડિટોરિયમ, ઓફિસો, હોસ્પિટલો, કોલેજાે અને શાળાઓ જેવી બંધ જાહેર જગ્યાઓ પર માસ્ક ફરજિયાત પહેરવું જાેઈએ.સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો થઈ રહ્યો છે.
જુન મહિનાના ત્રણેય દિવસમાં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાતા મહાવિકાસ અઘાડી સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવા ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી. આ બેઠકના સલાહ-સૂચનોના આધારે તાત્કાલિક ધોરણે માસ્ક ફરજિયાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સે એ બાબતે પણ નારાજગી વ્યકત કરી હતી કે એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ છેલ્લા એકાદ મહિનાથી ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
આ અંગે કલેક્ટર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને લખેલા પત્રમાં અધિક મુખ્ય સચિવ (આરોગ્ય વિભાગ) પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓએ કુલ કોરોના ટેસ્ટિંગમાં આરટી-પીસીર પરીક્ષણ ૬૦%થી વધુ હોવું જાેઈએ જેથી ઝડપી કોરોના વાયરસનું સંક્રમણ પકડી શકાય અને તેને ફેલાતો અટકાવી શકાય.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ શુક્રવારે કોરોનાના ૭૬૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬૮,૦૦૮ થઈ ગઈ છે. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૧૬,૫૬૭ લોકોના મોત થયા છે.સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને બીએમસી કમિશનર ઇકબાલ ચહલે સ્પષ્ટ સૂચનાઓ આપતા અધિકારીઓને કહ્યું કે, દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા વર્તમાન ૮૦૦૦ કોવિડ ટેસ્ટથી વધારીને ૩૦,૦૦૦થી વધુ કરવી જાેઈએ. હાલમાં શહેરમાં કોરોના સંક્રમણનો દર ૮% પર પહોંચી ગયો છે.SS2KP