મહારાષ્ટ્રમાં ભાજપની ગેમ ઓવરઃ અસ્થિરતા માટે શિવસેના ઉપર દોષારોપણ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે (Devendra fadanvis oath as cm of maharashtra) શપથ લીધાના માત્ર ત્રણ દિવસ બાદ જ હોદ્દાથી રાજીનામુ આપી દીધું હતું. આની સાથે જ ભાજપની ગેમ ઓવર થઇ હતી. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે ફ્લોર ટેસ્ટ (Supreme court ordered for Floor test on wednesday) કરવા માટેનો અગાઉ આદેશ આપ્યો હતો. દેવેન્દ્ર ફડનવીસે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તે રાજ્યપાલને મળીને રાજીનામુ આપી ચુક્યા છે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પણ રાજીનામુ (NCP Ajit Pawar resigned as Dy. Cm of maharashtra) આપી દીધું હતું.
રાજીનામું આપતી વેળા ફડનવીસે પ્રદેશમાં અસ્થિરતા માટે શિવસેના ઉપર દોષારોપણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. બહુમતિ પણ મળી ગઈ હતી પરંતુ અમને પ્રજાએ ૧૦૫ સીટો આપીને વધારે સમર્થન આપ્યું હતું પરંતુ શિવસેનાએ પરિસ્થિતિનો લાભ લઇને ગુલાંટ મારી દીધી હતી.
શિવસેનાને લાગ્યું હતું કે, તેના વગર સરકાર બની શકનાર નથી જેથી શિવસેનાએ ગુલાંટ મારી દીધી હતી અને મુખ્યમંત્રીની માંગ ઉપર જિદ્દી વલણ અપનાવ્યું હતું જ્યારે આવી કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. શિવસેનાએ અમારી સાથે સરકાર રચવા માટે વાતચીત કરવાના બદલે એનસીપી સાથે વાતચીત શરૂ કરી દીધી હતી.
એટલું જ નહીં શિવસેના પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તેમના સંદર્ભમાં અમને એવું પણ સાંભળવા મળ્યું હતું કે, તેઓ માતોશ્રીની બહાર જ નિકળ્યા ન હતા. તેઓ નિકળી નિકળીને તમામ લોકોને મળી રહ્યા હતા. શનિવારના દિવસે બંને નેતાઓએ ચોંકાવીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. એ વખતે દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, અજીત પવારે એનસીપી ધારાસભ્યોના સમર્થન પત્રો સોંપેલા છે અને તેમની પાસે બહુમતિ છે.
અલબત્ત થોડાક સમય બાદ જ એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે, આ અજીત પવારનો અંગત નિર્ણય હતો અને પાર્ટી આનાથી સહમત ન હતી. ત્યારબાદ એવું દબાણ લાવવામાં આવ્યું હતું કે, સરકાર ત્રણ દિવસ સુધી પણ ચાલી શકી નથી. ગઇકાલે રાત્રે ત્રણેય પક્ષોએ શÂક્ત પ્રદર્શન કરીને ૧૬૨ ધારાસભ્યોની પરેડ કરાવી હતી.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની સાથે પત્રકાર પરિષદ યોજીને શરદ પવારે પોતાની પાસે બહુમતિ હોવાનો દાવો કર્યો હતો. શનિવારના દિવસે શરદ પવારે એવા એક ડઝન ધારાસભ્યોમાંથી અડધા ધારાસભ્યોને પરત પોતાની ટીમમાં બોલાવી લીધા હતા.
શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા મુંબઈમાં ૧૬૨ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવી હતી. અજીત પવારને બાદ કરતા તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવાર સરકાર બનાવી રહ્યા હતા ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા અનેક પ્રકારની સમસ્યા ઉભી થઇ ગઇ હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેમની તકલીફ વધી ગઈ હતી. કારણ કે, સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે ફ્લોર ટેસ્ટ કરવા માટેના આદેશ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશના થોડાક સમય બાદ જ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામુ આપી દીધું હતું. આની સાથે જ મહારાષ્ટ્રમાં શનિવારથી શરૂ થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમનો અંત આવ્યો હતો.
અજીત પવારે ભલે શનિવારના દિવસે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકાર કરીને તમામને ચોંકાવી દીધા હતા પરંતુ શરદ પવાર અને પરિવારના અન્ય સભ્યો તેમને મનાવવામાં લાગેલા હતા. એમ માનવામાં આવે છે કે, શરદ પવારના પત્નિ અને સુપ્રિયા સુલેના પતિ સદાનંદ દ્વારા અજીત પવાર સાથે વાત કરવામાં આવી હતી અને તેમને મનાવી લેવામાં આવ્યા હતા. આની સાથે જ ત્રણેય પાર્ટીને રાહત થઇ છે.