મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની માંગણીએ શિવસેનાને ડુબાડી
મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ શિવસેનાએ અચાનક જ પોતાનુ વલણ બદલી નાખ્યુ હતું અને મુખ્યમંત્રી પદની માંગ કરતા ભાજપે તે માંગને ફગાવી દીધી હતી ત્યારબાદ શિવસેનાએ એનસીપી સાથે ચર્ચા વિચારણા શરૂ કરી હતી જાકે આ બેઠકમાં પણ મુખ્યમંત્રી શિવસેનાનો જ બનશે તેવો દાવો રજુ કરાતો હતો જાકે મહારાષ્ટ્રમાં સરકાર રચાય તે માટે એનસીપીના કેટલાક નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસનો સંપર્ક સાધ્યો હતો
પરંતુ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ શિવસેનાને ટેકો આપવાની તરફેણમાં ન હતાં ત્યારે બીજીબાજુ શિવસેનાના પ્રવકતા સંજય રાઉત સતત શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તેવા નિવેદનો કરતા હતા જેના પરિણામે પરિસ્થિતિ વધુ ગુંચવાઈ હતી અને આખરે મુખ્યમંત્રી પદની માંગણીથી શિવસેના ડુબી ગઈ તેવું ચિત્ર ઉપસી રહયું છે.