મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલ કોરોના પોઝિટિવ
મુંબઈ, મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને લઈને હવે ગુજરાતના સુરતથી અસમના ગુવાહાટી પહોંચી ગયા છે. બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના છોડવાના નથી.
બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે કેબિનેટ બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઘમાસાણ જાેવા મળી રહ્યું છે તે વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ થયા છે.
તેઓને હાલ સારવાર અર્થે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એકનાથ શિંદે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર ફેક્સ કરી શકે છે. આ પત્ર દ્વારા તેઓ લગભગ ૪૦ વિધાયકોનું મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને સમર્થન ન હોવાનો દાવો રજૂ કરી શકે છે. આ પત્રના આધારે રાજ્યપાલ પછી ફ્લોર ટેસ્ટનો ર્નિણય લેશે.
આ ર્નિણય લેવાય તો ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવાનો વારો આવી શકે છે. અસમના ધારાસભ્ય હિમંત બિસ્વા સરમા ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદે પોતાના સાથી વિધાયકો સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. ગુવાહાટીમાં તેમણે કહ્યું કે અહીં ૪૦ વિધાયકો છે અને અમે બધા બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને તેમની ભૂમિકાને આગળ લઈ જવા માંગીએ છીએ. મારે તેના પર કોઈ ટીકા ટીપ્પણી કરવી નથી.SS1MS