મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન કે સરકાર રચાશે? : આજે ફેંસલો
તમામની નજર અપક્ષ ધારાસભ્યો પરઃ આજની નિર્ણાયક ગતિવિધિ પર તમામની નજર |
મુંબઈ : છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર કોણ રચશે ? તે અંગે અનેક વિવિધ અટકળો સેવાઈ રહી હતી. મહારાષ્ટ્રમાં ભાજપે ૧૦૦થી વધુ બેઠકો મેળવી છે પણ સરકાર રચવા માટે ૧૪પ ધારાસભ્યો હોવા જરૂરી છે તેથી અન્ય પક્ષોનો ટેકો લેવો જરૂરી છે. શિવસેનાની સાથે વિધાનસભાની ચુંટણી સમયે ચુંટણી લડયા હતા અને એવી આશા હતી કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના મળી સરકાર રચશે તથા ફડણવીસ મુખ્યમંત્રી બનશે
પરંતુ શિવસેનાએ કેટલીક શરતો મુકી જેમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ ધારાસભ્ય બનશે અને ભાજપ શિવસેના મંડાગાઠ શરૂ થઈ જે વણઉકલી છે. બીજી બાજુ આજે પરિણામ જાહેર થયા બાદ સરકાર રચવા માટેનો અંતિમ દિવસ છે આજે જા કોઈ પક્ષ બહુમતીનો દાવો નહી કરે તો રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે જેના પરિણામે આજે મહારાષ્ટ્રમાં થનારી મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ પર તમામની નજર મંડાયેલી છે.
૯મી નવેમ્બર મહારાષ્ટ્ર વિધાનસભાનો સમયકાળનો છેલ્લો દિવસ, મહારાષ્ટ્ર વિધાનસભા પુરી થવાનો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે શિવસેના તેની માંગ પર અક્કડ છે. આ સંજાગોમાં જા ભાજપને ભાજપને ૪પ જેટલા ધારાસભ્યોનું સમર્થન ન મળે તો મુખ્યમંત્રી ફડણવીસને રાજીનામુ આપવુ પડશે હજુ પણ ચિત્ર સ્પષ્ટ થતું નથી અસંમજસની સ્થિતિ હજુ યથાવત છે. જા કોઈપણ પક્ષ સરકાર રચવા આગળ નહી આવે તથા રાજપાલ સમક્ષ પૂરતા સભ્યો હોવાની કબુલાત નહી કરે તથા સરકાર રચવા મંજુરી માટે માંગણી નહી થાય તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નિશ્ચિત બનશે તેમ તજજ્ઞો જણાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે તો મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓને ફાળવેલી મોટરો પાછી આપવી પડશે તથા મળતી બધી જ સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવશે.
શિવસેના- ભાજપ વચ્ચે સમાધાન થાય મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં ન આવે તથા સરકારની રચના થાય તે માટે હજુ બેઠકોનો દોર ચાલુ છે દરમ્યાનમાં મહારાષ્ટ્રના રાજપાલે હાલની પરિÂસ્થતિ વિષે ખ્યાલ આપી એડવોકેટ જનરલની સલાહ માંગી હોવાનું જાણવા મળે છે.
દેશના દરેક રાજકીય પક્ષોની નજર મહારાષ્ટ્ર પર છે. શિવસેના- એનસીપી વચ્ચે યુતિ સર્જાય અને સરકાર રચાય તે માટે શિવસેનાના અગ્રણી નેતાઓ શરદ પવારને મળ્યા હતાં પરંતુ બેઠક અસફળ રહી હતી. હવે જાવાનું રહ્યું કે મહારાષ્ટ્રમાં કોન બનેલા મુખ્યમંત્રી ? શું રાષ્ટ્રપતિ શાસન આવશે ? નિર્ણય માટે આજે છેલ્લો દિવસ.