Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં વધાવનમાં નવા મોટા બંદરને સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વધાવનમાં એક મોટું બંદર સ્થાપિત કરવાની ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો કુલ ખર્ચ રૂ65,544.54 કરોડ રૂપિયા આવવાની સંભાવના છે.

વધાવન બંદર ‘ભૂ-સ્વામિત્વ મોડલ’ (જમીનની માલિકી ધરાવતું મોડલ) સ્વરૂપે વિકસાવવામાં આવશે. જવાહરલાલ નેહરુપોર્ટની સાથે એક ટોચનાં ભાગીદાર સ્વરૂપે એક સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) સ્થાપિત કરવામાં આવશે. જેએનપીટીની આ યોજના લાગુ કરવામાં ઇક્વિટી ભાગીદારી 50 ટકા બરોબર કે એનાથી વધારે હશે.

એસપીવી અંતર્ગત કનેક્ટિવિટી સ્થાપિત કરવા ઉપરાંત જમીન સુધારણા, બ્રેક વોટરનું નિર્માણ સહિત બંદર મૂળભૂત માળખાનો વિકાસ કરશે. તમામ વેપારી કામગીરીઓ ખાનગી ડેવલપર્સ દ્વારા પીપીપી (સરકારી ખાનગી ભાગીદારી) પદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવશે.

જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) ભારતમાં સૌથી મોટું બંદર છે. એનું વિશ્વમાં 28મું સ્થાન છે અને આ બંદર પરથી કુલ 5.1 મિલિયન ટીઈયુ (20-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ)ની અવરજવર થાય છે. વર્ષ 2023 સુધી 10 મિલિયન ટીઈયુની ક્ષમતા વૃદ્ધિ કરનાર ચોથું ટર્મિનલ પૂર્ણ કર્યા પછી પણ જવાહરલાલ નેહરુ પોર્ટ વિશ્વમાં 17મું સૌથી મોટું કન્ટેનર પોર્ટ બનશે. વધાવન બંદરના વિકાસ પછી ભારત વિશ્વનાં ટોચનાં 10 કન્ટેનર બંદર ધરાવતા દેશોમાં સામેલ થઈ જશે.

મહારાષ્ટ્રમાં દેશનું સૌથી મોટું કન્ટેનર બંદર જેએનપીટીમાં છે. આ મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, તેલંગાણાનાં અંતરિયાળ વિસ્તારો અને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એનસીઆર, પંજાબ અને ઉત્તરપ્રદેશનાં અંતરિયાળ વિસ્તારોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજોનાં મેઇન્ટેનન્સ માટે ડીપ ડ્રાફ્ટ બંદરની જરૂર છે, જે 10 મિલિયન  ટીઇયુની આયોજિત ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થયા પછી જેએનપીટી બંદર પર વધારાનાં ટ્રાફિકનું સંચાલન કરવાની જરૂરિયાતને પણ પૂર્ણ કરે. જેએનપીટી બંદર અને મુન્દ્રા દેશનાં બે સૌથી મોટા કન્ટેનર મેઇન્ટેનન્સ (ફક્ત મધ્યમ કદનાં કન્ટેનર જહાજ માટે) કરતાં બંદર છે.

એમની ડ્રાફ્ટ અનુક્રમે 15 એમ અને 16 એમ છે, ત્યારે દુનિયાનાં સૌથી મોટા કન્ટેનર મેઇન્ટેનન્સ કરતાં આધુનિક ડીપ ડ્રાફ્ટ બંદ માટે 18 એમ અને 16 એમની જરૂર છે. કિનારા નજીક વધાવન બંદરમાં કુદરતી ડ્રાફ્ટ લગભગ 20 મીટર છે, જેનાથી આ બંદર પર મોટા જહાજોનું મેઇન્ટેનન્સ કરવાની સંભાવના છે. વધાવન બંદરનો વિકાસ 16,000થી 25,000 ટીઇયુ ક્ષમતાના કન્ટેનર જહાજોને આમંત્રિત કરવામાં સમર્થન બનાવશે. એનાથી એની કામગીરીમાં વધારો થશે અને લોજિસ્ટિક ખર્ચ ઘટવાનો લાભ મળશે.

કન્ટેનર જહાજોના સતત વધી રહેલા કદને કારણે ભારતને પશ્ચિમ દરિયાકિનાર પર ડીપ ડ્રાફ્ટ બંદરનો વિકાસ કરવો અત્યંત જરૂરી છે. મૂલ્ય સંવર્ધન માળખાગત ક્ષેત્રને કારણે કાર્ગોનાં વધતા કન્ટેનરાઇઝેશનથી મૂલ્ય સંવર્ધિત આયાતની મેઇન્ટેનન્સ અને માળખાગત કામગીરીઓમાં મદદ કરવા માટે નિકાસ માટે આપણા બંદર પર મૂળભૂત માળખું તૈયાર કરવા બહુ મહત્વપૂર્ણ બની જાય છે.

જેએનપીટી અંતરિયાળ વિસ્તારમાં કન્ટેનરની અવરજવર 2020-25 સુધી હાલની 4.5 એમટીઇયુથી વધીને 10.1 એમટીઇયુ થવાની આશા છે. આ સમયગાળા સુધી જેએનપીટીની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થશે. લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શ્રેષ્ઠ બનાવવાની યોજના અને મેક ઇન ઇન્ડિયા અભિયાન દ્વારા ભારતમાંથી મહત્તમ નિકાસ થશે અને માળખાગત સંસાધન પછી કન્ટેનર પરિવહનની માગમાં વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.