મહારાષ્ટ્રમાં વિમાનમાં આવતા યાત્રીનો RT-PCR ટેસ્ટ કરાશે

પ્રતિકાત્મક
મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ ચિંતા વધારી દીધી છે અને સરકારે નવા વેરિએન્ટથી બચવા માટે તૈયારીઓ તેજ કરી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણ પર રોક લગાવવા માટે મોટું પગલું ભર્યું છે અને હવે ફ્લાઈટથી આવતા તમામ મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટકરાવવાનું ફરજિયાત કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારના નવા ર્નિણય મુજબ બીજા રાજ્યોમાંથી આવતા હવાઈ મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આ અગાઉ પહેલા વિદેશથી આવતા મુસાફરોનો જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો હતો. આ સાથે જ મહારાષ્ટ્રની અંદર મુસાફરી કરનારા મુસાફરો માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. રસીના બંને ડોઝ નહીં લાગ્યા હોવાની સ્થિતિમાં મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે.
દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા ૬ લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા ૬ લોકોમાં હજુ સુધી નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. આ સાથે જ તેમની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થઈ રહી છે. આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે
જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે.
આ તમામ મુસાફરો જાે કે તપાસમાં કોરોના સંક્રમિત મળ્યા છે પરંતુ તેઓ કાં તો લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા છે. મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમમાં ૧૭ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ અગાઉ સોમવારે વૃદ્ધાશ્રમમાં ૬૨ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ ૫૨ અન્ય લોકોના ટેસ્ટ કરાયા.