મહારાષ્ટ્રમાં શિવસેનાએ મુખ્યમંત્રી પદ માંગતા મડાગાંઠ
મુંબઈ : હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રમાં તેના માટે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ચૂંટણીમાં તેના સાથી પક્ષ શિવસેના દ્વારા નવી સરકારના બરોબરીની હિસ્સેદારી માંગવામાં આવ્યા બાદ ભાજપ માટે સંતુલન જાળવવાની બાબત મુશ્કેલી રૂપ બની રહી છે. આજે શિવસેનાએ પોતાનું વલણ વધુ કઠણ બનાવ્યું હતું અને કહ્યું હતું કે, અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ તેમને પણ જાઈએ છે અને ભાજપને આ વાત લખીને આપવી પડશે. મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડનાર ભાજપને ૧૦૫ અને શિવસેનાને ૫૬ સીટ મળી છે.
આ ગઠબંધનની પાસે બહુમત માટે જરૂરી ૧૪૫ સીટો કરતા આંકડા ખુબ વધારે છે પરંતુ શિવસેનાના બદલાયેલા વલણના કારણે સરકારની રચના પર ભારે સસસ્પેન્સની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શિવસેનાના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શિવસેના નેતા પ્રતાપ સરનાયકે કહ્યું હતું કે, અમારી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યું છે કે, અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા ૫૦-૫૦ ફોર્મ્યુલાનું વચન આપ્યું હતું. તે દ્રષ્ટિથી બંને પક્ષોને અઢી-અઢી વર્ષ માટે સરકાર બનાવવાની તક મળવી જાઈએ.
શિવસેનાનું મુખ્યમંત્રી પણ હોવો જાઈએ. ઉદ્ધવ ઠાકરે ભાજપ પાસેથી લેખિતમાં ખાતરી મળે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે શિવસેનાને ગ્રીન સિગ્નલ આપી દેવાનું જાણવા મળ્યું છે. ભાજપ અને શિવસેનાના સંબંધોમાં તંગદિલી દેખાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તે શિવસેના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપી શકે છે.
કોંગ્રેસી નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વાડિતીવારે કહ્યું હતું કે, બોલ હવે ભાજપની કોર્ટમાં છે. શિવસેનાએ નિર્ણય લઈ લીધો છે. જાકે, ભારતીય જનતા પાર્ટી શિવસેનાની આવી કોઈ પણ માંગને સ્વીકારે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ભાજપની પ્રતિક્રિયાની રાહ જાવામાં આવી રહી છે. જા શિવસેના અમને કોઈ પ્રસ્તાવ આપે છે તે તેને અમલી કરવામાં આવશે. આ પહેલા અગાઉ રાષ્ટ્રવાદિ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળ પણ આપ્યો હતો. ભાજપ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.