Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં શિવસેનાના ૫૬ પૈકી ૩૫ ધારાસભ્યો અસંતુષ્ટ

મહારાષ્ટ્રમાં ભાજપ ફરીવખત સત્તામાં આવશે- નારાયણ રાણે 

ઉદ્ધવ ઠાકેર ઉપર રાણેના ખેડુતો મુદે આકરા પ્રહારો

થાણે,  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ આજે દાવો કર્યો હતો કે, રાજ્યમાં શિવસેનાના ૫૬ ધારાસભ્યો પૈકી ૩૫ પાર્ટીના નેતૃત્વથી નાખુશ દેખાઈ રહ્યા છે. હાલમાં ભાજપના કોટામાંથી રાજ્યસભાના સભ્ય રાણેએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બિન અસરકારક દેખાઈ રહી છે. કોંગ્રેસ, શિવસેના, એનસીપીએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.

સરકાર બન્યાને પાંચ સપ્તાહથી વધુનો સમય થઈ ચુક્યો છે પરંતુ વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો છે. રાણેએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપ ફરી સત્તામાં આવશે. ભાજપની પાસે ૧૦૫ ધારાસભ્યો છે. જ્યારે શિવસેનાની પાસે માત્ર ૫૬ ધારાસભ્ય છે. તેમાંથી પણ ૩૫ અસંતુષ્ટ છે. રાણેએ દાવો કરતા કહ્યું હતું કે, ઠાકરેના ખેડુતોની દેવા માફીના વચનો પણ બિનજરૂરી દેખાઈ રહ્યા છે.

કારણ કે આમા દેવા માંફીને ક્યારે અમલી કરાશે તેઓ ઉલ્લેખ કરાયો નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઔરંગાબાદ યાત્રાનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે, તેઓ કોઈ યોજનાની જાહેરાત કર્યા વગર જ આ ક્ષેત્રને કોઈ ફંડ આપ્યા વગર પરત ફર્યા છે. આવી સરકારથી કોઈ અપેક્ષા રાખી શકાય નહી. સરકાર ચલાવવાના સંદર્ભમાં તેમની પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી.
કોઈ અનુભવ નથી.

ભાજપ અને રાજ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે વધી રહેલા સંબંધો અંગે વાત કરતા રાણેએ કહ્યું હતું કે, ભાજપ પ્રમુખ જ આ સંદર્ભમાં કોઈ વધારે વાત કરી શકે છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના મુદ્દે શિવસેનાએ જિદ્દી વલણ અપનાવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો તુટી ગયા હતા અને બંને પાર્ટીઓ અલગ પડી હતી. મહારાષ્ટ્ર્‌ ચૂંટણીમાં શિવસેના ભાજપ ગઠબંધનને પ્રજાએ બહુમતી આપી હતી પરંતુ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.