Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીની વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે

મુંબઇ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારનાં બે મોટા દળ શિવસેના-એનસીપીની વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. આ વિવાદ એલ્ગાર પરિષદ અને ભીમા-કોરેગાંવની હિંસાની તપાસને લઇને છે. એક તરફ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએને સોંપવાની મંજૂરી આપીને દેશદ્રોહ અને સામાન્ય હિંસાનાં મુદ્દે એક લાઇન ખેંચી છે, તો બીજી તરફ શરદ પવાર એ વાત પર અડગ છે કે આની તપાસ એસઆઈટીથી પણ સમાનાંતર રીતથી કરાવવામાં આવે.

એનસીપી અધ્યક્ષ શરદ પવારે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએથી કરાવવાનાં ઉદ્ધવનાં નિર્ણયની ટીકા કરી હતી. એનસીપીનાં મોટાભાગનાં નેતા પાર્ટી પ્રમુખ શરદ પવાર દ્વારા કરવામાં આવી રહેલી એસઆઈટી તપાસની માંગથી સહમત છે અને એ વાત પર નારાજ છે કે મુખ્યમંત્રીએ એનઆઈએ તપાસને મંજૂરી કેમ આપી. જો કે શરદ પવારે એનઆઈએ એક્ટની કલમ ૧૦નું કારણ ધરતા એ માંગ કરી કે એનઆઈએ તપાસ ઉપરાંત રાજ્ય સરકાર એલ્ગાર પરિષદ કેસની સમાંતર તપાસ કરાવે.

ઉલ્લેખનીય છે કે એલ્ગાર પરિષદની તપાસ એનઆઈએને સોંપવા અને ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ એસઆઈટીથી કરાવવાનાં ઉદ્ધવનાં નિર્ણયની પાછળ એક ઊંડી રણનીતિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ઉદ્ધવ દેશદ્રોહ અને સામાન્ય હિંસાની વચ્ચે એક લાઇન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ સંદેશ આપવા ઇચ્છે છે કે તેમની પાર્ટી દેશદ્રોહનાં મામલે નહીં ઝુકે. ઉદ્ધવે એલ્ગાર પરિષદ અને ભીમા-કોરેગાંવને અલગ અલગ મુદ્દો ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે એલ્ગાર પરિષદનો કેસ દેશદ્રોહનાં ષડયંત્રથી સંબંધિત છે, આ કારણે સરકારને આને એનઆઈએને સોંપવામાં વાંધો નથી.

૨૧ ડિસેમ્બર, ૨૦૧૭નાં એલ્ગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. પુણે પોલીસે પ્રારંભિક તપાસ બાદ ખુલાસો કર્યો હતો કે આ બેઠકનું આયોજન સીપીઆઈ (માઓવાદી)નાં ફંડથી કરવામાં આવ્યું જે સરકારને હટાવવાનાં ષડયંત્રનો એક ભાગ હતુ. પોલીસે દાવો કર્યો કે અહીં આપવામાં આવેલા ભડકાઉ નિવેદનોએ ૧ જાન્યુઆરી, ૨૦૧૮નાં ભીમા કોરેગાંવની જાતિવાદી હિંસામાં ભૂમિકા નીભાવી. ૬ જૂન ૨૦૧૮ બાદથી પોલીસે ૯ એક્ટિવિસ્ટ્‌સ સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન, મહેશ રાઉત, પી વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ ફરેરા અને વર્નન ગોન્સાલ્વેજને સીપીઆઈ (માઓવાદી) સાથે કથિત સંબંધો માટે ધરપકડ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.