મહારાષ્ટ્રમાં સટ્ટા બજારમાં ૩૦ કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે
મુંબઇ, મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં થયેલ મતદાન બાદ સવાલ છે કે કંઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે. અહીં સટ્ટા બજારમાં તેના પર ૩૦ કરોડ રૂપિયાનો દાવ લાગ્યો છે.સટ્ટાબજારમાં ભાજપને સત્તાનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભાજપને ૧૨૦ બેઠકો માટે એક રૂપિયા ૬૦ પૈસા તો શિવસેના માટે ૮૫ બેઠકોના આંકલન સાથે ત્રણ રૂપિયા દાવ છે.સટ્ટાબાજાએ કોંગ્રેસ માટે ૩૦ સ્થળો ઉપર ૨.૫૦ રૂપિયા અને એનસીપી માટે ૩૦ જગ્યા માટે ૩.૫૦ પૈસા દાવ પર લગાવ્યા છે સટ્ટા બજાર અનુસાર રાજયમાં ભાજપ શિવસેના ગઠબંધનની સરકાર બનશે.
ભાજપે અબ કી બાર ૨૨૦ પારનું લક્ષ્યાંક રાખ્યું હતું ૨૮૮ બેઠકોની વિધાનસભામાં તે તેની આસપાસ નજરે આવી રહી છે મોટાભાગના એકઝિટ પોલ તેને ૨૦૦થી વધુ બેઠક આપી રહ્યાં છે એકઝિટ પોલમાં સૌથી વધુ બેઠકો ૨૪૩ તથા કોંગ્રેસ એનસીપીને માત્ર ૪૧ બેઠકો બતાવવામાં આવી છે.આ પોલમાં ભાજપને ૧૪૪ બેઠકો મળી રહી છે જે બહુમતિથી માત્ર એક ઓછી છે આ રીતે ભાજપ ઇચ્છે તો એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પણ હશે જયારે શિવસનાને આ પોલમાં ૯૯ બેઠકો મળી છે એટલે કે તે પરિણામથી થોડો ફેરફાર કરી પહેલીવાર સદી લગાવવાની પણ સ્થિતિમાં છે. ભાજપ ૧૬૪ બેઠકો પર લડી હતી જયારે તેના સાથી શિવસેનાએ ૧૨૪ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતાં.કોંગ્રેસે ૧૪૭ અને એનસીપીના ૧૨૧ ઉમેદવાર મેદાનમાં હતાં.
આ ચુંટણીમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવવી અને સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકરને ભારત રત્ન આપવાનો મુદ્દો જારશોરથી ઉઠાવ્યો અને તેનો લાભ તેને મળતો જાવા મળી હ્યો છે જયારે બેકફુટ પર ચુંટણી લડી રહેલ કોંગ્રેસ એનસીપી ધીમી પડતી અર્થવ્યવસ્થા બેરોજગારી અને કૃષિની સ્થિતિ પર વાત કરી રહી હતી એક્ઝિટ પોલના પરિણામ સ્પષ્ટ બતાવી રહ્યાં છે કે રાજયમાં એકવાર ફરીથી દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં સરકાર બનશે