મહારાષ્ટ્રમાં હૉટેલ-રેસ્ટોરાં, મૉલ દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

પ્રતિકાત્મક
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા બાદ રાજ્ય સરકારે દુકાનો, લોકલ ટ્રેન પછી હવે રેસ્ટોરાં અને શોપિંગ મૉલ અંગેનો મહત્ત્વપૂર્ણ લીધો છે. એ અનુસાર રાજ્યમાં હૉટેલ-રેસ્ટોરાં અને મૉલને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે રેસ્ટોરાં અને હૉટેલ શરૂ રાખવાની મર્યાદા વધારી દીધી છે. નોંધનીય છે અત્યાર સુધી ફકત સાંજે ચાર વાગ્યા સુધી જ હૉટેલ-રેસ્ટોરાં ખુલ્લા રાખવાની મંજૂરી હતી. દરમિયાન શોપિંગ મૉલ અત્યાર સુધી બંધ હતા પણ હવે તેને પણ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે, મૉલમાં ફકત એ લોકો જ જઇ શકશે જેમણે રસીના બંને ડોઝ લીધા હોય. બીજી બાજુ થિયેટર અને ધાર્મિક સ્થળો બંધ જ રહેશે. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર હોવાનું મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું.