મહારાષ્ટ્રમાં ૨૦૧૯ના વર્ષમાં કુલ ૨૫૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી
મુંબઇ, મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આકંડો સામે આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકસાનને લઇ ખેડૂતોએ કરી આત્મહત્યા કરી છે. મરાઠવાડા અને વિદર્ભમાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં ૨૦૧૯માં કુલ ૨૫૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બર ૨૦૧૯માં ચાર વર્ષમાં પહેલી વાર એક જ મહિનામાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્યમાં એક વાર મહિનામાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેવું ૨૦૧૫માં થયું હતું. આ પછી આ ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં કુલ ૨૫૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોની આત્મહત્યા મહારાષ્ટ્ર માટે છેલ્લા ત્રણ દાયકાથી ચેલેન્જ બની છે. સરકાર પણ તેમાં વિફળ સાબિત થઈ રહી છે. આંકડા સ્પષ્ટ કરે છે કે સ્થિતિ ગંભીર બની રહી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી. આ સંખ્યા ૨૦૧૫ પછી પહેલી વાર જોવા મળી હતી.
રાજ્યના દરેક ધારાસભ્યો પાર્ટી માટે સત્તાની રેસમાં દોડી રહ્યા છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ રાજ્ય માટે શરમની વાત છે. નવેમ્બરમાં ૩૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી. તેના ૧ મહિના પહેલાં એટલે કે ઓક્ટોબરમાં આ આંકડો ૧૮૬નો હતો. એક મહિનામાં તે ૬૧ ટકા વધ્યો. ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે રાજ્યમાં વરસાદે કહેર વરસાવ્યો. અનેક ખેડૂતોનો પાક નાશ પામ્યો. રાજ્યના ખેડૂતોને એક કરોડથી વધારેનું નુકસાન વરસાદના કારણે સહમ કરવું પડ્યું હતું. જેના કારણે નવેમ્બર મહિનામા મરાઠવાડમાં ૧૨૦ અને વિદર્ભમાં ૧૧૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નવેમ્બરમાં આંકડો વધવાના કારણે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના સમયમાં ગયા વર્ષની સરખામણીમાં વધારે આત્મહત્યા થઈ છે. ૨૦૧૮માં આ સમયે ૨૫૧૮ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૦૧૯માં આ સમયે ૨૫૩૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.