મહારાષ્ટ્રમાં ૨૦૨૪ ની ચૂંટણીમાં જેે એકલા લડવાનુ ઇચ્છે તે લડી શકે છે : રાઉત
મુંબઇ: ૨૦૨૪ માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એકલા ચૂંટણી લડી શકે છે. જાેકે, શિવસેના વિશે પણ આવી જ અટકળો કરવામાં આવી રહી છે. આવા અહેવાલો પર શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, અમારા મુખ્યમંત્રી અને પાર્ટીનાં વડાએ તેની પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે, સીએમ અને પાર્ટીનાં વડા કહે છે કે જાે તે (કોંગ્રેસ) આ કરે તો આપણે શું કરી શકીએ, અમે થોડા બેસી રહીશું, જેઓ એકલા ચૂંટણી લડવાનું ઇચ્છે છે, તેઓ લડી શકે છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના દમ પર સંપૂર્ણ બહુમતીની સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસનાં આ દાવા અંગે શિવસેનાનું કહેવું છે કે ભાજપે પણ આવા દાવાઓ ઘણા કર્યા હતા, પરંતુ ભાજપનું ભાગ્ય સૌએ જાેયું હતું. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું છે કે ભાજપ ૧૦૫ બેઠકો જીત્યા બાદ પણ રાજ્યમાં ભાજપની સરકાર બનાવી શકશે નહીં. આ પહેલા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ભવિષ્યમાં જાે કોંગ્રેસ એકલા લડવાનું વિચારી શકે છે
તો શિવસેના પણ કોઈપણ જાેડાણ વિના ચૂંટણી લડી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીનાં ૫૫ માં સ્થાપના દિવસે વર્ચુઅલ મીટિંગમાં આ વાત કહી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એકલા ચૂંટણી લડવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ હવે યોગ્ય સમય નથી, જ્યારે કોરોના મહામારી દરેક માટે એક પડકાર બની રહી છે, ત્યારે રાજકારણ પર આટલી બધી વાતો કરવી યોગ્ય નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસનાં અધ્યક્ષ નાના પાટોલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, રાજ્યનાં આગામી મુખ્ય પ્રધાન કોંગ્રેસ પક્ષમાંથી હશે. તેમણે કહ્યું હતું કે જાે પાર્ટી મંજૂરી આપે તો તે પોતે રાજ્યનાં આગામી મુખ્ય પ્રધાનનો ચહેરો બનવા માટે તૈયાર છે.