મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં નવા ૪૭,૨૮૮ પોઝીટીવ કેસ
મુંબઈ: દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. હાલ મહારાષ્ટ્ર દેશનો ગઢ બનેલું છે. આ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૪૭૨૮૮ નવા કેસ સામે આવ્યા છે, સાથે ૨૬૨૫૨ લોકો આ બીમારીથી સાજા થયા છે. તો કુલ ૧૫૫ લોકોના વાયરસથી મૃત્યુ થયા છે.
આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૪,૫૧,૩૭૫ થઈ ગઈ છે. પરંતુ આજે નોંધાયેલા કેસમાં રવિવાર કરતા ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે રવિવારે રાજ્યમાં ૫૭ હજાર નવા કેસ સામે આવ્યા હતા.
રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં ૯૮૫૭ નવા કેસ સામે આવ્યા છે અને ૨૧ લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં આજે ૩૩૫૭ લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં કુલ સક્રિય મામલાની સંખ્યા ૭૪,૫૨૨ છે.