મહારાષ્ટ્રમાં ૫૦ ટકા ક્ષમતાની સાથે થિયેટર ઓડિટોરિયમ ચાલશે
મુંબઇ: કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાને જાેતા મહારાષ્ટ્ર સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે આ નવા દિશાનિર્દેશ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી પ્રભાવી રહેશે આ ઉપરાંત તમામ ડ્રામા થિયેટર અને ઓડિટોરિયમને ૫૦ ટકા ક્ષમતાની સાથે સંચાલિત કરવા કહ્યું છે આ ઉપરાંત એ પણ કહ્યું છે કે આ સ્થાનો પર એવા લ્યક્તિને કોઇ પણ સ્થિતિમાં પ્રવેશ ન આપવામાં આવે નહીં જેમણે યોગ્ય રીતે માસ્ક ન પહેર્યું હોય.
આ ઉપરાંત રાજયની તમામ ખાનગી કાર્યાલયોને પણ ૫૦ ટકા ક્ષમતાની સાથે સંચાલન કરવાનો નિર્દશ આપ્યો છે આ ઉપરાંત રાજયના પાટનગર મુંબઇમાં પણ કોરોનાના નવા મામલા તેજીથી વધી રહ્યાં છે.મુંબઇમાં હવે મોલમાં પ્રવેશ કરવા માટે કોરોના તપાસ કરવી જરૂરી રહેશે
અહીં બીએમસીએ મોલમાં જનારા લોકો માટે રેપિડ એટીજન તપાસ અનિવાર્ય કરી દીધા છે આ આદેશ ૨૨ માર્ચથી લાગુ થશે
એ યાદ રહે કે મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસ તેજીથી વધી રહ્યાં છે કોરોનાના કેસને જાેતા મહારાષ્ટ્રના અનેક જીલ્લામાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત કોરોનાની ગાઇડલાઇન જારી કરી છે અને તેનું સખ્ત પાલન કરાવવા માટે વહીવટી તંત્રે કમર કસી છે.
મહારાષ્ટ્રના અનેક જીલ્લામાં લોકડાઉન શાળા કોલેજાે વગેરે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે.