મહારાષ્ટ્રમાં ૫૬ ટકા રસીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી : પ્રકાશ જાવડેકર

નવીદિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર કોવિડ -૧૯ રસીને લઈને છે. જાવડેકરે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યમાં ૫૪ લાખ રસી મોકલવામાં આવી હતી, જેમાંથી માત્ર ૨૩ લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાત એ છે કે કોરોના વાયરસ મહામારીને કારણે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ પણ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ચેતવણી આપી હતી.
બુધવારે કેન્દ્રીય મંત્રી જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર રસીનો ઉપયોગ ન કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે ટિ્વટ કર્યું, ‘મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યને મોકલવામાં આવેલી ૫૪ લાખ રસીમાંથી ૧૨ માર્ચ સુધી માત્ર ૨૩ લાખનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૫૬ ટકા રસીઓનો ઉપયોગ જ નહોતો. હવે શિવસેનાના સાંસદો રાજ્ય માટે વધુ રસી માંગે છે. આ સમય દરમિયાન, તેમણે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને અંકુશમાં લેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, “પહેલા રોગચાળાની અંધાધૂંધી અને હવે રસીના કિસ્સામાં નબળું પ્રદર્શન.”
છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. પીઆઈબીના ટ્વીટ મુજબ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ એમ પાંચ રાજ્યોમાં સક્રિય કેસ વધી રહ્યા છે. ટિ્વટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની સૌથી મોટી રસી ડ્રાઇવમાંવધુ ડોઝ આપવામાં આવ્યા છે.
તાજેતરમાં મળી આવેલા આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં દેશના ૧૯ જિલ્લાઓમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી ૧૫ જિલ્લાઓ એકલા મહારાષ્ટ્રના છે. પૂણે આ યાદીમાં પ્રથમ નંબરે છે, નાગપુર બીજા સ્થાને છે અને મુંબઈ ત્રીજા નંબરે છે. આ સિવાય થાણે અને નાસિક સહિતના અનેક જિલ્લાઓના નામ શામેલ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની સંખ્યા ૨૩ લાખ ૪૭ હજાર ૩૨૮ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કુલ ૧ લાખ ૩૮ હજાર ૮૧૩ સક્રિય કેસ છે.