૮ વર્ષના બાળક પાસે સાફ કરાવ્યુ કોરોનાના દર્દીનું ટોયલેટ
મુંબઇ: મહારાષ્ટ્રના કોવિડ કેર સેન્ટરની એક ઘૃણાસ્પદ તસવીર સામે આવી છે. બુલઢાણામાં, આઠ વર્ષના બાળક પાસે કોવિડ કેર સેન્ટરના શૌચાલયની સફાઇ કરવામાં આવી હતી. બાઈક શૌચાલયની સફાઇ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ગ્રામ પંચાયત સમિતિના સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વાયરલ વીડિયોમાં એક નાનો બાળક ટોઇલેટની સફાઇ કરતો જાેવા મળી રહ્યો છે. એક વ્યક્તિ મરાઠી ભાષામાં બાળકને સૂચનાઓ પણ આપી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મરોર ગામનો છે. આ વીડિયો ગામની જીલ્લા પરિષદ શાળાનો છે, જેને વહીવટીતંત્ર દ્વારા આઇસોલેશન સેન્ટરમાં ફેરવવામાં આવી છે. કોરોના દર્દી અહીં દાખલ છે.
ગામ સમિતિને ખબર પડી કે અહીં જિલ્લા અધિકારી નિરિક્ષણ માટે આવવાના છે તેવામાં કોઈ ટોયલેટની સફાઈ માટે તૈયાર ન થયુ. તો પંચાયત સમિતિના એક અધિકારીએ પોતાના નંબર વધારવા માટે ૮ વર્ષના બાળકને ધમકાવીને ટોયલેટ સાફ કરાવ્યું.
બાળકે જણાવ્યું કે ટોયલેટ સાફ કરાવવા માટે તેને લાકડીથી માર માર્યો હતો અને ધમકાવ્યો હતો. બાળકે જણાવ્યુ કે ટોયલેટ સાફ કરાવવાના બદલામાં તેને ૫૦ રુપિયા આપવામાં આવ્યા હતા. મળતી જાણકારી મુજબ વીડિયોમાં પંચાયત સમિતિના જે અધિકારી બાળકને નિર્દેશ આપી રહ્યા છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના નેતા ચિત્રા વાઘે આ ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ પર એક્શન લેવાની માંગ કરી છે.