Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવે તેવી શક્યતા

મુંબઇ : શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઅ માટે શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થનનો વિસ્તાર કરશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પવાર સોમવાર સુધી અંતિમ રૂપ આપી શકે છે.

રાજ્યના બધા કોંગ્રેસી ધારાસભ્ય હોર્સ ટ્રેડિંગના ડરથી જયપુરમાં શિફ્‌ટ કરી દેવામાં આવશે. સૂત્રો અનુસાર શરદ પવાર મંગળવારે એનસીપીની સર્વદળીય બેઠકમાં શિવસેનાને સમર્થન આપવાના નિર્ણય પર પોતાના નવા નિમાયેલા ધારાસભ્યોની સલાહ લેશે.
જોકે એનસીપીના ૫૪ અને કોંગ્રેસના ૪૪ ધારસભ્યોની સંખ્યા પ્રદેશમાં સરકાર બનાવી ન શકે. એક બીજી તસવીરની સંભાવના પર રાજકીય વળાંક લે છે તો આ તસવીર બની શકે છે.

શિવસેનાના ૫૬, એનસીપીના ૫૬ અને બહારથી કોંગ્રેસ ૪૪ ધારાસભ્યોના સમર્થન બળ પર નવી સરકાર રચવાનો રસ્તો બની શકે છે. શિવસેના નેતાએ કહ્યું કે, જો ભાજપને ગવર્નરનું આમંત્રણ મળ્યું છે તો પછી શેની રાહ જોઇ રહ્યાં છે. ભાજપને ૧૧ નવેમ્બર સુધી પોતાની વાત કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી, અમારી વચ્ચે રાજનૈતિક મતભેદ છે પરંતુ અમે દુશ્મન નથી.

‘સામના’નાં લેખ રોકટોકમાં સંજય રાઉતે ભાજપની સરખામણી હિટલર સાથે કરી દીધી છે. તેમણે કહ્યું કે, ‘૫ વર્ષ બીજાઓને ડર બતાવીને શાસન કરનારી ટોળી આજે ખુદ ડરી છે. આ ઊંધો હુમલો થયો છે. ડરાવીને માર્ગ અને સમર્થન નથી મળતો. આવુ જ્યારે થાય છે, ત્યારે એકવાત સ્વીકારી લેવી જોઇએ કે હિટલર મરી ગયો છે અને ગુલામીનો પડછાયો હટી ગયો છે. પોલીસ અને અન્ય ૫ એજન્સીઓને આની આગળ તો નિડર થઈને કામ કરવું જોઇએ. આ પરિણામનો આ જ અર્થ છે.’

સંજય રાઉતે આ અંગે લખ્યું કે, ‘મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ થાય. મહારાષ્ટ્ર દિલ્લીનું ગુલામ નથી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ફડણવીસની પ્રશંસા કરી. ફડણવીસ જ બીજીવાર મુખ્યમંત્રી બનશે તેવા આશીવાર્દ આપ્યા પરંતુ ૧૫ દિવસ પછી પણ ફડણવીસ શપથ નથી લઇ શક્યા. કારણ કે અમિત શાહ રાજ્યની ઘટનાઓથી દૂર રહ્યા હતાં. યુતિની સૌથી મોટી પાર્ટી શિવસેના અસ્ત થઇ રહેલા મુખ્યમંત્રી સાથે વાત કરવા તૈયાર નથી.

આ સૌથી મોટી હાર છે. આ કારણે દિલ્લીનો આશીર્વાદ મળવા છતા ઘોડા પર બેસવા ના મળ્યું.’ સંજય રાઉતે લખ્યું કે, ‘હાલ પરિસ્થિતિ એવી છે કે, આ વખતે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ હશે? એ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે. રાજ્યનાં મોટા નેતા શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. કાંગ્રેસનાં ઘણા ધારાસભ્યો સોનિયા ગાંધીને મળીને આવ્યા છે. મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્રને સોંપો તેવું તેમણે પણ સોનિયા ગાંધીને કહ્યું છે. કંઇપણ થાય ભાજપનો મુખ્યમંત્રી ના હોય, આ મહારાષ્ટ્રનો સૂર છે.’

તેમણે રોકટોકમાં લખ્યું છે કે, ‘દિલ્હીની હવા બગડી ગઇ એટલે મહારાષ્ટ્રની હવા બગડવી ન જોઇએ. દિલ્હીમાં પોલીસ જ રસ્તા પર ઉતરી આવી છે અને તેમણે જ કાયદો તોડ્‌યો છે. આ અરાજકતાની ચિંગારી છે. મહારાષ્ટ્રમાં રાજનૈતિક અરાજકતા નિર્માણ કરવાનો પ્રયાસ કરનારા માટે આ સબક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.