મહારાષ્ટ્ર્માં મુખ્ય પ્રધાને માસ્ક લગાવવા અપીલ કરી
મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આ ક્રમમાં, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની કોવિડ ૧૯ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી.
આ દરમિયાન, તેમણે કહ્યું કે જાે લોકો ફરીથી કોવિડ પ્રતિબંધનો અનુભવ કરવા માંગતા ન હોય તો લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જાેઈએ. એ પણ કહ્યું કે જાતે રસી લો અને કોરોના નિયમોનું પાલન કરો. આપને જણાવી દઈએ કે ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૧,૦૪૫ નવા કેસ નોંધાયા છે અને એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૪,૫૫૯ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૮,૮૯,૨૧૨ છે અને કોરોનાથી મૃત્યુઆંક ૧,૪૭,૮૬૧ છે. એનડીટીવીના અહેવાલ મુજબ, નિષ્ણાતોના અભિપ્રાયને ટાંકીને મુખ્યમંત્રીએ કહ્યું કે કેસોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે. સીએમએ કહ્યું, ‘અમે આગામી ૧૫ દિવસ સુધી નજર રાખીશું. કોરોના વધુ ન ફેલાય તે માટે લોકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જાેઈએ.
બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ અધિકારીઓને રોગચાળાના શિખર દરમિયાન બનાવવામાં આવેલી ફિલ્ડ હોસ્પિટલોને તૈયાર રાખવાની સાથે હાલના આરોગ્ય માળખાનો સ્ટોક લેવા જણાવ્યું હતું. બેઠકમાં તેમણે રસીકરણને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભીડભાડવાળી જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરો. તેમાં એમ પણ કહ્યું હતું કે ૧૨-૧૮ વય જૂથના રસીકરણને ઝડપી બનાવવું જાેઈએ અને બૂસ્ટર ડોઝ લેવો જાેઈએ. ઓક્સિજન અને દવાઓ સ્ટેન્ડબાય પર રાખવી જાેઈએ.
ચોમાસા સંબંધિત રોગોમાં કોવિડ ૧૯ જેવા જ લક્ષણો હોય છે અને તેથી, ડોકટરો દર્દીઓને પોતાની તપાસ કરાવવાની સલાહ આપે છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસના કેસોમાં તાજેતરના વધારા પછી, મુંબઈની હોસ્પિટલોના ૈંઝ્રેંમાં દાખલ દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે.
એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ૨૩૧ ટકાનો વધારો થયો છે. સોમવાર સુધીમાં, શહેરની હોસ્પિટલોમાં ૨૧૫ દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે એપ્રિલમાં આવા દર્દીઓની સંખ્યા માત્ર ૬૫ હતી.SS1MS