મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે પેટ્રોલ
અમદાવાદ, મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના લોકો અહીં ઈંધણ પુરાવવા આવે છે. વલસાડના એક પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મહારાષ્ટ્ર બોર્ડર અહીંથી ૨ કિમી દૂર છે. લોકો અમારા પંપ પરથી ઇંધણ ખરીદે છે. કારણ કે મહારાષ્ટ્ર કરતાં અહીં પેટ્રોલમાં રૂ. ૧૪/લિટર અને ડીઝલમાં રૂ. ૩.૫/લિટરનો તફાવત છે.
મહારાષ્ટ્રના એક ગ્રાહકે જણાવ્યું, હું મારા કામ માટે દરરોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાર કરું છું અને સામાન્ય રીતે હું આ પંપમાંથી ઇંધણ ખરીદું છું. આ રીતે અમે પેટ્રોલમાં લગભગ રૂ. ૧૪ લિટરની બચત કરીએ છીએ અને દર મહિને આશરે રૂ. ૩૦૦૦ની બચત થાય છે.
આ મહિને મોદી સરકારે સત્તામાં ૮ વર્ષ પૂર્ણ કર્યા છે. ૨૦૧૪માં યુપીએ સરકારને હટાવીને મોદી સરકાર સત્તામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૧૧૦ ડોલર પ્રતિ ડોલર હતી. પેટ્રોલ ૭૧.૪૧ રૂપિયા અને ડીઝલ ૫૫.૪૯ રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ હતું.
મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વૈશ્વિક કારણોસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે મોદી સરકારે સત્તામાં એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં ૪૧ ટકાનો ઘટાડો થયો હતો અને મે ૨૦૧૬ની બીજી વર્ષગાંઠ દરમિયાન ૫૬ ટકા ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું હતું.
પરંતુ જ્યારે પેટ્રોલના ભાવમાં માત્ર ૧૧ ટકાનો ઘટાડો થયો ત્યારે ડીઝલ માત્ર ૧૬ ટકા સસ્તું થયું. કોરોના મહામારી દરમિયાન જ્યારે આખી દુનિયા ઘરની અંદર બંધ હતી. ભારતમાં લોકડાઉન હતું. ત્યારબાદ માંગના અભાવે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
મે ૨૦૨૦ માં કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે મોદી સરકાર સત્તામાં ૬ વર્ષ પૂર્ણ કરી રહી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ઇં ૩૩ ની નજીક ટ્રેડ કરી રહ્યું હતું. એટલે કે ૨૦૧૪ની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ ૭૦ ટકા સસ્તું થઈ ગયું હતું. પરંતુ કેન્દ્રની મોદી સરકાર ૨૦૧૪ની સરખામણીમાં ૨.૫૪ ટકા સસ્તા ભાવે પેટ્રોલ વેચી રહી હતી જ્યારે ડીઝલ ૧૨ ટકા વધુ ભાવે મળી રહ્યું હતું.ss2kp