મહારાષ્ટ્ર કર્ણાટક સીમા વિવાદ: મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગ
મુંબઇ, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલ એક દાયકા જુનો સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે જયાં સુધી બંન્ને રાજયો વચ્ચે સીમા વિવાદનો ઉકેલ ન લાવવામાં આવે ત્યાં સુધી વિવાદિત ભાગને કેન્દ્ર શાસિત બનાવી દેવો જાેઇએ તેમના આ નિવેદન બાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીએ મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી દીધી.
સાવદીએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિવેદનની ટીકા કરીએ છીએ અમને વિશ્વાસ છે કે વસ્તુ સુપ્રીમ કોર્ટમાં અમારા પક્ષમાં હશે સાવદીએ કહ્યુ કે અમારા વિસ્તારના લોકોની માંગ છે કે અમે પણ મુંબઇ કર્ણાટક ક્ષેત્રનો હિસ્સો રહ્યાં છીએ આથી અમારો પણ મુંબઇ પર અધિકાર છે. સાવદીએ કહ્યું કે કર્ણાટકના લોકો ઇચ્છે છે કે મુંબઇને તેમના રાજયમાં સામેલ કરવામાં આવે અને જયાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે જયાં સુધી મુંબઇ કર્ણાટકનો હિસ્સો બની જાય નહીં ત્યાં સુધી હું કેન્દ્ર સરકારને વિનંતી કરૂ છે કે મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે જેવું ૧૯૬૭ની મહાજન આયોદની રિપોર્ટ જેમાં તે સમયના કર્ણાટક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર કર્ણાટક સીમા વિવાદને લઇ એક પુસ્તક જારી કર્યું હતું આ કાર્યક્રમમાં ઠાકરેએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મામલો હોવા છતાં કર્ણાટક સરકારે જાણી જાેઇ વિવાદિત બેલગામ વિસ્તારનું નામ બદલ્યું ઠાકરેએ કહ્યું કે આ વિસ્તારમાં રહેનારા મરાઠી ભાષીઓ પર થઇ રહેલ અત્યાચારને જાેતા અમારી સરકાર સુપ્રીમ કોર્ટથી અપીલ કરશે કે જયાં સુધી મામલો કોર્ટમાં છે ત્યં સુધી તે આ ભાગને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરે હવે કર્ણાટકના મુખ્યમંત્રીએ તેનો જવાબ આપ્યો છે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે,એનસીપી પ્રમુખ શરદ પવાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહબ થોરાટ અને કેટલાક અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં.
બેલગામને લઇ કર્ણાટક અને મહારાષ્ટ્રમા ંવિવાદ ચાલી રહ્યો છે આ શહેર કર્ણાટકમાં છે પરંતુ મહારાષ્ટ્ર લાબા સમયથી તેના પર પોતાનો દાવો કરી રહ્યું છે મહારાષ્ટ્ર બેલગામ કરવાર અને નિપ્પની સહિત કર્ણાટકના અનેક વિસ્તારો પર દાવો કરે છે તેનું કહેવુ છે કે આ વિસ્તારોમાં મોટાભાગની વસ્તી મરાઠી ભાષી છે દેશ આઝાદ થતા પહેલા મહારાષ્ટ્ર કર્ણાટક રાજય ન હતાં તે સમયે બોમ્બે પ્રેસીડેંસી અન મૈસુર સ્ટેટ રહેતુ હતું.આઝાદી બાદ રાજયના વિભાજનમાં ૧૯૫૬માં રાજય પુનરચના કાનુન લાગુ થયું તો બેલગામને મહારાષ્ટ્રની જગ્યાએ મૈસુર સ્ટેટનો હિસ્સો બનાવી દેવાાં આવ્યંું અને મૈસુર સ્ટેટનું નામ બદલવી ૧૯૭૩માં ક્ણાટક થઇ ગયું આ વિસ્તારમાં મરાઠી બોલનારાઓની સંખ્યા ખુબ હોવાથી તેને મહારાષ્ટ્રનો હિસ્સો બનાવવાની માંગ રાજય પુર્નરચનાની સમયથી જ થઇ રહી છે.HS