મહારાષ્ટ્ર ગુંચ : મુખ્યમંત્રી પદને લઇ શિવ સેના મક્કમ
મુંબઇ: મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને જારદાર મડાગાંઠ પ્રવર્તી રહી છે. શિવ સેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુખ્યપ્રધાન પદને લઇને ખેંચતાણ જારી છે.ભારતીય જનતા પાર્ટી અને શિવ સેના વચ્ચે ખેંચતાણ જારી છે. શિવ સેનાના નેતા સંજય રાવતે કહ્યુ છે કે જા શિવ સેના ઇચ્છે તો પોતાની તાકાત પર રાજ્યમાં સરકાર બનાવી શકે છે. તેમણે કહ્યુ છે કે જા શિવ સેના ફેંસલો કરે છે તો તેને સ્થિર સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મળી શકે છે.
જનતાએ ૫૦-૫૦ની ફોર્મ્યુલા પર સરકાર બનાવવા માટે મત આપ્યા છે. જનતા શિવ સેનાના મુખ્યપ્રધાન ઇચ્છે છે. તેમણે કહ્યુ હતુ કે શિવ સેનાના જ મુખ્યપ્રધાન બનશે. ગુરૂવારના દિવસે સંજય રાવતે એનસીપીના નેતા શરદ પવાર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદથી જ રાજકીય ગરમી વધી ગઇ છે.
તે પહેલા રાવતે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના લોકો અહંકાર કરી રહ્યા છે. શિવ સેના સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપીનો ટેકો મેળવી શકે છે. બીજી બાજુ શિવ સેનાના મુખ્યપ્રધાન બનાવવાને લઇને પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ લડાયક દેખાઇ રહ્યા છે. મડાગાંઠ હાલમાં લાંબી ચાલે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે બંને પાર્ટી મક્કમ છે. જા એનસીપી પણ શિવ સેના અને કોંગ્રેસની સાથે આવી જાય તો શિવ સેના સરકાર બનાવી શકે છે. આવી સ્થિતીમાં રાજ્યમાં બિન ભાજપ સરકાર બની શકે છે. જા એનસીપી ભારતીય જનતા પાર્ટીને પણ સમર્થન આપે છે તો સરકાર બની શકે છે. સરકાર બનવા માટે કેટલાક વિકલ્પ રહેલા છે. શિવસેનાના નેતા સંજય રાવતના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ખેચતાણ વધી ગઈ છે.
કોંગ્રેસ અને એનસીપી પણ મેદાનમાં આવી ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું છે કે, તેમની પાર્ટીના નેતા જ મુખ્યમંત્રી બનશે. ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચનાને લઈને હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમણે કહ્યું હતું કે, જા શિવસેના સરકાર બનાવવા નિર્ણય લેશે તો પોતાના આધાર ઉપર જ સીટો પર મેળવી લેશે.