મહારાષ્ટ્ર ડ્રગ્સ હબ હોવાની છબી ઉભી કરાઈ રહી છે
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ફરીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જાણે નાર્કોટિક્સ હબ બની ગયું હોય તેવી છબી ઉભી કરવામાં આવી રહી છે.
એવી છબી ઉભી કરવામાં આવી રહી છે કે જાણે મહારાષ્ટ્રમાં ડ્રગ્સની હેરાફેરીની લહેર ચાલી રહી છે, જાણે વિશ્વભરના ડ્રગ્સનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે અને કોઈ ખાસ ટીમ જ આ રેકેટને ઉઘાડું પાડી શકે છે, પરંતુ આ સત્ય નથી’, તેમ ઠાકરેએ મુંબઈ, પુણે અને નાગપુર ફોરેન્સિક લેબમાં હ્યુમન ડીએનએના સેમ્પલના ટેસ્ટ માટે ર્નિભયા સ્કીમ હેઠળ ત્રણ ફાસ્ટ-ટ્રેક ડીએનએ ટેસ્ટિંગ યુનિટ અને નાગપુરમાં પહેલા વન્યજીવ ડીએનએ ટેસ્ટિંગ લેબના વર્ચ્યુઅલી ઉદ્ઘાટનના પ્રસંગે વાતચીત કરતા કહ્યું હતું.
ઠાકરેએ જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોના ખતરાને રોકવા માટે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસના પ્રયાસો પણ તેમને ગર્વ છે. ‘થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન ઝડપ્યું હતું, પરંતુ તેમાં કોઈ હીરોઈન સામેલ ન હોવાથી કોઈએ તેના વિશે વાત કરી નહોતી. કોઈ તે પોલીસકર્મીઓ વિશે જાણતું નહોતું. આપણે તેમનું અભિવાદન કરવું જાેઈએ, તેમ ઠાકરેએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસ મજબૂત અને સક્ષમ ફોર્સ છે, જે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સાથે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસની છબીને ખરાબ કરવામાં આવી રહી છે અને આપણે આ પ્રયાસોને રોકવા પડશે, તેમ ઠાકરેએ જણાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં એનસીબીએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સહિત કેટલાકની ધરપકડ કરી હતી.
આ દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી દિલીપ વસલે પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડિસેમ્બરમાં શિયાળુ સત્રમાં શક્તિ કાયદાનો અંતિમ ડ્રાફ્ટ રજૂ કરી શકે છે, જે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ માટે કકડ કાયદાની જાેગવાઈ કરે છે.SSS