મહારાષ્ટ્ર: પોતાની સીટોને બચાવવામાં ભાજપ પ્રથમ
કોંગી-એનસીપીની સીટોમાં વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વધારો થયો પરંતુ સીટો જાળવી રાખવાના મામલે પાછળ
મુંબઇ, મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટોમાંથી ૧૨૩ પર બહુમતિએ એ પાર્ટીને સીટો આપી નથી જે પાર્ટીનુ વર્ષ ૨૦૧૪માં સમર્થન કરવામાં આવ્યુ હતુ. જા કે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ૨૦૧૪માં જીતવાળી ૫૭ ટકા સીટો પર ફરી એકવાર જીત મેળવી છે. જ્યારે બાકીની ૪૩ ટકા સીટો તેમના હાથમાંથી નિકળીને બીજા રાજકીય પક્ષો જતી રહી છે. આનુ એક મોટુ કારણ ૨૦૧૪ની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં થયેલા પાર્ટીઓની વચ્ચેના ગઠબંધનને પણ ગણવામાં આવે છે.
ભાજપ અને શિવ સેનાની આગળ પાર્ટીઓના દેખાવમાં મુલ્યાંકન કરવામાં આવે તો જાણી શકાય છે કે સત્તારૂઢ ભાજપ-શિવ સેના ગઠબંધને છેલ્લી ચૂંટણીમાં કેટલીક સીટો તો ગુમાવી દીધી હતી. પરંતુ ૨૦૧૪માં જીતી લેવામાં આવેલી સીટો બચાવવામાં તમામ પાર્ટીઓને પછડાટ આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પોતાની ૬૬.૪ ટકા સીટો બચાવી લેવામાં સફળ રહી છે. જે ચારની ચાર મોટી પાર્ટીઓમાં સૌથી વધારે છે. આવી જ રીતે શિવ સેના દ્વારા સીટોને જાળવી રાખવા માટેનો રેટ ૫૭.૧ ટકા રહ્યો છે. તે બીજા સ્થાન પર છે.
કોંગ્રેસ અને એનસીપીએ છેલ્લી ચૂંટણી કરતા સારો દેખાવ કર્યો છે પરંતુ રિટેન્શન રેટમાં બંને પાર્ટી પાછળ રહી છે. બંને પાર્ટી વર્ષ ૨૦૧૪ની તુલનામાં પોત પોતાની સીટો વધારી દેવામાં સફળ રહી છે. જા કે એનસીપી ૨૦૧૪ની ૫૪ ટકા અને કોંગ્રેસ પાર્ટી તેની ૫૦ ટકા સીટોને જ બચાવી લેવામાં સફળ રહી છે.
આ ચાર મોટી પાર્ટીને છોડી દેવામાં આવે તો બાકીની અન્ય પાર્ટીઓની હાલત તો ખુબ ખરાબ રહી છે. કોંગ્રસ અને એનસીપીની સ્થિતિ પ્રમાણમાં સારી દેખાઇ રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ પરિણામ પણ જાહેર થઈ ગયા છે. પરિણામને લઈને આંકડાઓ હવે જારી કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષાએ આ વખતે પુરી તાકત લગાવી હતી પરંતુ અપેક્ષા મુજબના પરિણામ હાથ લાગ્યા નથી.
પોલના તારણ પણ એકદમ સાચા સાબિત થયા નથી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રમાણમાં ઓછી સીટો મળી છે. ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪ના પરિણામની સરખામણીમાં ઓછી સીટો મળી છે અને પાર્ટીને કેટલાક અંશે નિરાશા પણ હાથ લાગી છે.
બીજી બાજુ એનસીપીને સૌથી મોટો ફાયદો થયો છે. શરદ પવારના નેતૃત્વમાં એનસીપી વધુ મજબુત બનીને ઉભરી છે. એનસીપીની અંદર વ્યાપક ખેંચતાણ અને આંતરિક વિરોધ હોવા છતાં પાર્ટીને સારી સફળતા મળી છે. કોંગ્રેસ પાર્ટીને પણ પ્રચારની સરખામણીમાં વધારે સીટો મળી છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં દિગ્ગજ નેતાઓ તરફથી પ્રચારની જવાબદારી સંભાળવામાં આવી ન હતી. સોનિયા ગાંધીએ કોઈ રેલી યોજી ન હતી. રાહુલ ગાંધી પણ મર્યાદિત પ્રચારમાં દેખાયા હતા.