Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર: ભાજપ-શિવ સેના એક સમાન બેઠકો ઉપર લડશે

બંને પાર્ટી ૧૬૨-૧૨૬ સીટ પર લડવા સહમત : વિધાનસભા માટેની ચૂંટણીને લઇને બેઠકોની વહેંચણીની જાહેરાત એકબે દિવસમાં કરવામાં આવે તેવી પ્રબળ વકી

મુંબઇ, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે રાજકીય પક્ષો તમામ તૈયારીમાં લાગેલા છે. ચૂંટણી કાર્યક્રમ માટેની જાહેરાત હવે કોઇ પણ સમયમાં કરવામાં આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ભાજપ અને શિવ સેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સમજુતી કરવામાં આવી ચુકી છે. બેઠકોની વહેંચણી થઇ ચુકી છે. બંને પાર્ટી ૧૬૨-૧૨૬ સીટ પર લડી શકે છે. બંને પાર્ટી વચ્ચે બેઠકોને લઇને સમજુતી કરી લેવામાં આવી છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને શિવસેનાના નેતા તેમજ ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઇ વચ્ચે બેઠકમાં આ સમજુતી નક્કી કરવામાં આવી હતી. એક કેબિનેટ પ્રધાને નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે સીટની વહેંચણીને લઇને સત્તાવાર જાહેરાત એક બે દિવસમાં કરવામાં આવી શકે છે. ભાજપ અને શિવ સેના વચ્ચે લાંબી ચર્ચા બાદ બંને પાર્ટી કોઇ તારણ પર પહોંચી શકી છે સુત્રોના કહેવા મુજબ ગુરૂવારે મોડી રાત્રે દેવેન્દ્ર ફડનવીસ અને શિવ સેનાના નેતા તેમજ ઉદ્યોગ પ્રધાન વચ્ચે વાતચીત નિર્ણાયક રહી હતી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ૧૬૨ સીટો પર ચૂંટણી લડનાર છે. આવી જ રીતે શિવ સેના બાકી રહેલી ૧૨૬ સીટ પર ચૂંટણી લડનાર છે.

વર્ષ ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીને લઇને કોઇ સમજુતી થઇ શકી ન હતી. જેથી છેલ્લા ૨૫ વર્ષથી ચાલતા ગઠબંધનનો અંત આવ્યો હતો. બંને પાર્ટી જુદી જુદી રીતે મેદાનમાં ઉતરી હતી. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી તેમના ૧૬૨ સીટોમાંથી સીટ આપનાર છે. એવી પણ ચર્ચા છે સકે ભારતીય જનતા પાર્ટી કમલના સિમ્બોલ પર ચૂંટણી લડવા માટે નાના પક્ષોને ભારતીય જનતા પાર્ટી કહી શકે છે. સીટોની વહેંચણીને લઇને સત્તાવાર જાહેરાત કોઇ પણ સમયમાં કરવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.