મહારાષ્ટ્ર મુદ્દો: લોકશાહીની હત્યા થઈ છે : રાહુલ ગાંધી
નવીદિલ્હી, સંસદને શિયાળુ સત્રમાં આજે સોમવારે મહારાષ્ટ્રમાં સરકારની રચના મુદ્દે કોંગ્રેસને ભારે હોબાળો કર્યો હતો.
આ ઉપરાંત સંસદ પરિસરમાં દેખાવો પણ કર્યા હતાં. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ‘સંવિધાન કી હત્યા બંધ કરો’ના નારા પણ લગાવાયા હતા. લોકસભાના અધ્યક્ષે જયારે પ્રશ્ન પુછવા માટે રાહુલ ગાંધીનું નામ બોલ્યા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું- હું ગૃહમાં સવાલ પુછવા માંગું છું પણ જ્યારે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ ગઈ છે તો તેને પુછવાનો કોઈ અર્થ નથી.
લોકસભા ચાલુ થતાં જ વિરોધ પક્ષોના સભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતાં આથી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં ભારે હંગામો થયો હતો અને કોંગ્રેસના સભ્યો અને માર્શલો વચ્ચે ધક્કામુક્કી પણ થઇ હતી આથી કાર્યવાહી સ્થગિત કરાઇ હતી.