મહારાષ્ટ્ર રાજભવનના 18 કર્મચારી કોરોના પોઝિટિવ: રાજ્યપાલ કોશ્યારી થયા સેલ્ફ ક્વૉરન્ટીન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ હવે રાજભવન સુધી પહોંચી ગયો છે. મળતા અહેવાલો મુજબ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના 18 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજભવનના કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજ્યપાલ કોશ્યારી સેલ્ફ ક્વૉરન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અત્યાર સુધી રાજભવનના 100 કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે જેમાંથી 55 લોકોનાં જ રિપોર્ટ સામે આવ્યા છે. હજુ બીજા કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે.
નોંધનીય છે કે, રાજભવનમાં કામ કરનારા એક જૂનિયન ઇલેક્ટ્રિશિયન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજભવનમાં કામ કરનારા તમામ કર્મચારીઓની કોરોના તપાસ કરાવવામાં આવી. આ કર્મચારીઓમાંથી અત્યાર સુધી 55 લોકોનાં રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાંથી 18 પોઝિટિવ સામે આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે જોકે તેમને સેલ્ફ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.