મહારાષ્ટ્ર રાજ્યના અડધા જિલ્લાઓમાંથી કોરોના સંબધિત તમામ નિયંત્રણો દૂર
મુંબઇ, મહારાષ્ટ્રને સંપૂર્ણ રીતે અનલોક કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યના અડધા જિલ્લાઓમાંથી કોરોના સંબધિત તમામ નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈ,નાગપુર, પુણે સહિતના અડધા જિલ્લાઓ પ્રતિબંધોથી સંપૂર્ણપણે મુક્ત થઈ રહ્યા છે.
જે જિલ્લાઓમાં રસીકરણની ગતિ તેજ છે, તે જિલ્લાઓમાં કોઈ પ્રતિબંધ રહેશે નહીં. એટલે કે હવે મહારાષ્ટ્રના અડધા જિલ્લાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, થિયેટર સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.તમને જણાવી દઈએ કે, પ્રતિબંધોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો સ્કેલ ૭૦ ટકા રસીકરણ રાખવામાં આવ્યુ છે. એટલે કે, જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ લોકોએ રસીકરણ થયુ છે, તે જિલ્લાઓમાં કોઈ નિયંત્રણો લાગુ રહેશે નહીં.
મહારાષ્ટ્રમાં અગાઉ રાષ્ટ્રીય ઉદ્યાનો, સફારી, પ્રવાસન સ્થળો, સ્પા, દરિયા કિનારા, મનોરંજન ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, પ્લેહાઉસ, હોટલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી.તેમજ લગ્ન સમારોહમાં વધુમાં વધુ ૨૦૦ લોકોની હાજરી અને અંતિમ સંસ્કારમાં લોકોની હાજરી અંગેની શરતો પણ દૂર કરવામાં આવી હતી.
અત્યાર સુધી રાજ્યમાં બ્યુટી પાર્લર, સલૂન, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, ડ્રામા હોલ, સિનેમા હોલ ૫૦ ટકા ક્ષમતા સાથે રાખવાની શરત હતી, પરંતુ ગયા મહિનાથી કોરોના સંક્રમિતોના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે.જાે કોરોના કેસની વાત કરીએ તો રવિવારે ૪૦૭ કેસ નોંધાયા હતા.સાથે જ રાજ્યમાં હાલમાં સાડા છ હજાર સક્રિય કોરોના દર્દીઓ છે.HS