Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર વક્ફ બોર્ડે ૩૦૦ એકર જમીન પર દાવો ઠોક્યો

પ્રતીકાત્મક

૧૦૩ ખેડૂતોને મોકલાઈ નોટિસ

લાતૂર જિલ્લામાં ૧૦૦ થી વધારે ખેડૂતોએ દાવો કર્યો કે, વક્ફ બોર્ડ તેમની જમીન કબ્જે કરવાનો પ્રયાસ કરી રહી છે

મુંબઈ,મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં ૧૦૦ થી વધારે ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે, વક્ફ બોર્ડ તેમની એ જમીન કબ્જે કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના પર તે અનેક પેઢીઓથી ખેતી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, આ દાવો છત્રપતિ સંભાજીનગર સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં નોંઘ દાખલ કરવામાં આવ્યો છે અને કુલ ૩૦૦ એકર જમીન ધરાવતા ૧૦૩ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.કેન્દ્ર સરકારે આ વર્ષે ૮ ઓગસ્ટે લોકસભામાં વક્ફ (સંશોધન) બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેથી વક્ફ બોર્ડના કામકાજને સુવ્યવસ્થિત કરી શકાય અને તેની સંપત્તિનું કુશળ કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરી શકાય. ધારાસભ્યની સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી) પાસે મોકલી દેવામાં આવ્યું છે.

વક્ફનો અર્થ ઇસ્લામી કાયદા હેઠળ ધાર્મિક અથવા ધર્માર્થ ઉદ્દેશ્યો માટે સમર્પિત સંપત્તિઓ સાથે છે. વક્ફ અરબી ભાષાના વકુફા શબ્દથી બન્યો છેસ, જેનો અર્થ હોય છે થોભવું.વક્ફનો અર્થ છે ટ્રસ્ટ-સંપત્તિને જન-કલ્યાણ માટે સમર્પિત કરવું. ઇસ્લામમાં આ એક પ્રકારની સખાવતી વ્યવસ્થા છે. વક્ફ એવી સંપત્તિને કહે છે, જે ઇસ્લામમાં માનનાર લોકો દાન કરે છે. આ ચલ-અચલ બંને પ્રકારના હોય શકે છે. આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે.

વકફ પાસે ઘણી બધી મિલકતો છે, જેની યોગ્ય રીતે જાળવણી અને સખાવતી હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે, આ માટે સ્થાનિકથી લઈને મોટા સ્તર સુધી ઘણી સંસ્થાઓ છે, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. લગભગ દરેક રાજ્યમાં સુન્ની અને શિયા વક્ફ છે. તેમનું કામ તે મિલકતની કાળજી લેવાનું અને તેની આવકનો યોગ્ય ઉપયોગ કરવાનું છે. આ મિલકતમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવી, મસ્જિદ અથવા અન્ય ધાર્મિક સંસ્થાની જાળવણી કરવી, શિક્ષણની વ્યવસ્થા કરવી અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નાણાં આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં કુલ ૩૨ વક્ફ બોર્ડ છે. જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સુન્ની અને શિયા બંને માટે અલગ-અલગ બોર્ડ છે. તેનાથી વિપરીત, હાલમાં ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વક્ફ બોર્ડ નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.