મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ચાર શહેરોમાં ઑફિસ- દુકાનો બંધ કરવાનો આદેશ
મુંબઈ : કોરોના વાયરસની અસરની અસરના કારણે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે મુંબઈ-પુણે સહિતનાંના ચાર મોટા શહેરોમાં કાર્યસ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ આજે રાતથી આગામી 31મી માર્ચ સુધી રાજ્યમાં આ સ્થળો પર ઑફિસો અને દુકાનો બંધ રહેશે. ઉદ્ધવ સરકારે રાજ્યમાં ફેલાયેલા જીવલેણ વાયરસથી પ્રજાને બચાવવા મોટો નિર્ણય જાહેર કર્યો છે. આગામી 31મી માર્ચ સુધી રાજ્યમાં મુંબઈ, પુણે, નાગપુર, પિંપરી ચિંચવાડમાં તમામ ઑફિસ, દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
જોકે, આ વિસ્તારોમાં જીવન જરૂરિયાતની ચીજો અને ડૉક્ટરોની સેવા શરૂ રહેશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 1-8 ધોરણની પરીક્ષાઓ રદ રકવામાં આવી છે. વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ આગળના ક્લાસમાં બઢતી આપી દેવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે ‘મહારાષ્ટ્રમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 52એ પહોંચ્યો છે. આ ત્રણ નવા કેસ, મુંબઈ, પુણે અને પિંપરી-ચિંચવડમાં નોંધાયા છે. રાજ્યમાં ગુરૂવારે રાત સુધીમાં 49 વ્યક્તિ કોવિડ-19થી સંક્રમિત હતા. આ કેસ પૈકીના 64 વર્ષનાં એક વ્યક્તિનું મોત થયું હતું.