મહારાષ્ટ્ર સરકારે રિયાની પ્રવકતાની જેમ કામ કર્યું: ભાજપ નેતા
મુંબઇ, સુશાંતસિંહ રાજપુત કેસમાં સીબીઆઇ મુખ્ય આરોપી રિયા ચક્રવતીથી પુછપરછ કરી રહી છે તો આ કેસમાં રાજનીતિ ચાલુ છે. સુશાંત કેસમાં ડ્ગ એંગલ સામે આવ્યા બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા છે મહારાષ્ટ્ર ભાજપ નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને રિયા ચક્રવર્તીના પ્રવકતા બતાવી આ સાથે જ પુછયુ કે ૬૫ દિવસો સુધી રાજય સરકાર અને પોલીસ કેસમાં ડ્રગ્સ એંગલની માહિતી કેમ લગાવી શકી નહીં.
એક ટીવી ચેનલને આપેલ મુલાકાતમાં ભાજપ નેતા રામ કદમે કહ્યું કે અમે જાેયું કે મહારાષ્ટ્ર સરકારની પાસે સમગ્ર ૬૫ દિવસ સુધી સુશાંતસિંહ કેસની તપાસ હતી ૬૫ દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારે રિયાના પ્રવકતાના રૂપમાં કામ કર્યું રિયા અને મહારાષ્ટ્ર સરકારની સાંઠગાંઠ છે રિયાના પ્રવકતાના રૂપમાં મહારાષ્ટ્ર સરકાર વાત કરી રહી હતી. રામ કદમે આગળ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને કયાં ડ્રગ્સ માફિયાને બચાવવાના હતાં જયારે રિયાના ચૈટ મોતના બે દિવસની અંદર મહારાષ્ટ્ર સરકારની પાસે આવી ગયું તો બચેલ ૬૪ દિવસ સુધી મહારાષ્ટ્ર સરકારે ડ્રગ્સ એંગલ પર કેમ તપાસ કરી નહીં.
એ યાદ રહે કે સુશાંત કેસમાં ડ્રગ્સ ચૈટ સામે આવ્યા બાદ નારકોટિકસ બ્યુરોએ રિયાની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ કરી લીધા છે નારકોટિકસની ટીમ ગુરૂવારે મુંબઇ આવી ચુકી છે હાલમાં જ રિયા અને તેના સહયોગીની વચ્ચે ડ્રહ્સને લઇ કહેવાતી ચૈટ મીડિયામાં વાયરલ થઇ હતી. ચેટમાં ભારતમાં પ્રતિબંધિત ડ્ગ્સને ખરીદવા અને ઉપયોગને લઇ વાતચીતનો દાવો કર્યો હતો ત્યારબાદ એનસીબીએ ડ્રગ્સ એંગલને લઇ રિયા સહિત બાકીના લોકોની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો છે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સુશાંત સિંહના પિતા કે કે સિંહ અને તેની બહેન રાની સિંહની મુલાકાત કરી આ પહેલા તેમણે કહ્યું કે મુંબઇમાં આવી સુશાંતે પોતાની તસવીર બનાવી હતી આવી રીતે કોઇ અભિનેતા એકદમ આત્મહત્યા કરી શકે છે આવું નથી મને લાગે છે કે સુશાંત ભવિષ્યમાં મોટો કલાકાર થનાર હતો આથી અમને શંક છે કે આત્મહત્યા નહીં હત્યા હોઇ શકે છે અને આ દિશામાં સીબીઆઇને તપાસ કરવી જાેઇએ.HS