Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર સરકારે લોન્ચ કર્યુ હતુ ‘ઓપરેશન અરનબ’, 40 સભ્યોની ટીમ બનાવાઈ હતી

મુંબઇ, રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અરનબ ગોસ્વામીને પકડવા માટે મહારાષ્ટ્ર સરકારે બાકાયદા ઓપરેશન અરનબ લોન્ચ કર્યુ હતુ અને આ માટે 40 લોકોની એક ટીમ બનાવી હતી.

મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે આ માટેની જવાબદારી કોંકણ રેન્જના પોલીસ વડા સંજય મોહિતને સોંપી હતી.એ પછી ચાર નવેમ્બરે મુંબઈમાં અરનાબના ઘરેથી તેમની ધરપકડ કરાઈ હતી.

એક અંગ્રેજી અખબારના હેવાલ પ્રમાણે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદની આત્મહત્યાના કેસની તપાસ ફરી શરુ કરવા માટે ગૃહ વિભાગે મંજૂરી આપ્યા બાદ મુંબઈ અને રાયગઢ પોલીસના 40 કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી.

સંજય મોહિતેએ અરનબની ધરપકડ કરવા માટેના કાગળિયા તૈયાર કર્યા હતા જ્યારે અરનબના ઘરે ધરપકડ કરવાની જવાબદારી મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચિન વઝેને આપવામાં આવી હતી.પોલીસનુ કહેવુ છે કે, શરુઆતના તબક્કામાં જ ખબર પડી ગઈ હતી કે, અરનબ ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની આત્મહત્યામાં સામેલ છે.

અરનબને પકડવાનુ ઓપરેશન ગુપ્ત રખાયુ હતુ.અરનબના ઘર પર નજર રખાઈ રહી હતી. અમને ડર હતો કે જો આ માહિતી લીક થઈ તો અરનબ ધરપકડથી બચવા શહેર બહાર નિકળી જશે.પહેલેથઈ જ નક્કી કરી દેવાયુ હતુ કે, તેના ઘરનો દરવાજો કોણ ખખડાવશે, ઘરના સભ્યો સાથે કોણ વાત કરશે અને જો ધરપકડનો વિરોધ કરાશે તો શું એક્શન લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અરનાબ ગોસ્વામી પર આર્કિટેક્ટ તેમજ ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતાને આત્મ હત્યા કરવા માટે ઉકસાવવાનો કેસ નોંધાયેલો છે.નાઈકે પોતાની સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે, ગોસ્વામી, તેમજ આઈકાસ્ટ એક્સના ફિરોઝ મહોમ્મદ શેખ અને સ્માર્ટ વર્કર્સના નીતિશ શારદાએ બાકી પડતા રુપિયા ચુકવ્યા નહોતા અને તેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.