Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર સહિત છ રાજ્યનો બિલને લાગૂ ન કરવા ફેંસલો

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં પણ બિલને લાગૂ નહીં કરવાનો નિર્ણય: બિલને લઇને રાજ્યોનો વિરોધ

નવીદિલ્હી, નાગરિક સુધારા બિલને લઇને દેશના આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શન જારી છે ત્યારે કેટલીક રાજ્ય સરકારોએ આને પોતાના પ્રદેશમાં લાગૂ કરવાનો ઇન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત છ રાજ્યોમાં આને લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. બંગાળ, કેરળ અને પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે પણ આને લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને ઉદ્ધવ સરકારના મંત્રી બાલાસાહેબ ખોરાટની સાથે મુખ્યમંત્રી કલમનાથે આ અંગેના સંકેત આપ્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, નાગરિક સુધારા બિલને સંસદમાં પાસ કરીને કાનૂન બનાવી દેવામાં આવ્યો છે પરંતુ કેન્દ્ર સરકાર આને લાગૂ કરવા માટે ફરજ પાડી શકે નહીં. છત્તીસગઢ સરકારે પણ આને લાગૂ નહીં કરવાનો સંકેત આપ્યો છે.

છ એવા રાજ્યો થઇ ગયા છે જે આને સીધીરીતે અમલી કરવા ઇચ્છુક નથી. કમલનાથે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી જે કંઇપણ વલણ અપનાવશે તેને પાળવામાં આવશે. અમે એવી પ્રક્રિયાનો હિસ્સો બનવા રહેવા માંગતા નથી જેના કારણે ભેદભાવ થઇ શકે છે. બાલાસાહેબ થોરાટે કહ્યું છે કે, અમે પાર્ટી નેતૃત્વની નીતિ ઉપર કામ કરીશું. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં આને અમલી કરવામાં આવશે. કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું છે કે, તેમના રાજ્યમાં પણ આને લાગૂ કરવામાં આવશે નહીં. વિજયને આને ગેરબંધારણીય તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક આધાર પર વિભાજિત કરવાના પ્રયાસ કરી રહી છે.

બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ સરકારમાં આ મંત્રી અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરવા માટે જાણીતા બ્રાયને કહ્યું છે કે, બંગાળમાં એનઆરસી અને કેબ બંને લાગૂ કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રી મમતા બેનર્જી પહેલાથી જ આ મુજબની વાત કરી ચુક્યા છે. હાલમાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વ્યાપક હિંસા ચાલી રહી છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં સ્થિતિ વિસ્ફોટક બનેલી છે. આસામમાં સ્કુલ અને કોલેજા ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાના આદેશ કરવામાં આવી ચુક્યા છે. સેના અને પોલીસની તૈનાતી બાદ પણ Âસ્થતિ વિસ્ફોટક બનેલી છે. સંચારબંધીનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીની અપીલની પણ અસર દેખાઈ રહી નથી. શ્રેણીબદ્ધ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.