મહારાષ્ટ્ર સહિત દેશમાં ફરી કમોસમી વરસાદની શક્યતા

નવીદિલ્હી, (ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાંથી અત્યારે ઠંડી ગાયબ થઈ ગઈ છે ત્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં જાેરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો અને કેટલાંક સ્થળે તો કરા પડ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને પગલે આગામી બે દિવસમાં આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળના ઉપસાગરમાં વરસાદની સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ સિવાય ૧થી ૩ માર્ચ દરમ્યાન દક્ષિણ બંગાળના ઉપસાગર, ર્નૈઋત્ય બંગાળના ઉપસાગર, મન્નારના અખાત અને તામિલનાડુના દરિયાકિનારા પર વરસાદી પવન ફૂંકાવાને પગલે તામિલનાડુ, કેરલા અને પશ્ચિમ મહારાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગની માહિતી મુજબ તામિલનાડુ, પૉન્ડિચેરી, કરાઇકલ અને કેરલાના કેટલાક વિસ્તારમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેની અસર પશ્ચિમ મહારાષ્ટ્ર તેમ જ કોંકણના ભાગમાં જાેવા મળશે. મુંબઈ અને આસપાસમાં પણ વાતાવરણમાં ફેરફાર જાેવા મળશે અને હળવો વરસાદ થઈ શકે છે.ઉત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદનું જાેર વધી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં ગરમી અનુભવાઈ રહી છે.
ગઈ કાલે પુણે સહિત રાજ્યમાં અનેક સ્થળે તાપમાનમાં વધારો નોંધાયો છે. જાેકે આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદી પવનને પગલે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે.HS