મહારાષ્ટ્ર : 90 વર્ષીય માતાને કોરોના પોઝિટિવ આવતા દીકરો જંગલમાં ફેંકી આવ્યો!
મુંબઈ : ઔરંગાબાદમાં માનવજાતે શરમમાં મૂકાવું પડે તેવો બનાવ સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની 90 વર્ષની વૃદ્ધ માતાને જંગલમાં ફેંકી દીધી હતી. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. એવા સમાચાર મળ્યા છે કે વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં પરિવારના સભ્યો તેણીને પોતાની સાથે રાખવા માટે રાજી ન હતા. જે બાદમાં પરિવારજનોએ રાત્રીના અંધારામાં વૃદ્ધાના ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારના જંગલમાં ફેંકી દીધી હતી અને ઘરે આવી ગયા હતા. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ-
https://westerntimesnews.in/news/60618
પ્રાપ્ત વિગત પ્રમાણે ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારમાં લોકોને એક વૃદ્ધા પડેલી મળી હતી. 90 વર્ષની વૃદ્ધાને એક ચાદરમાં જંગલની વચ્ચે તરછોડી દેવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને વૃદ્ધાને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી. માલુમ પડ્યું છે કે વૃદ્ધા કોરોના પોઝિટિવ છે. વૃદ્ધાની પૂછપરછમાં માલુમ પડ્યું છે કે કોરોના હોવાની જાણ પરિવારના લોકોને થઈ ગઈ હતી. જે બાદમાં પરિવારના લોકોએ વૃદ્ધાને જંગલમાં ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.