મહારાષ્ટ્માં વાન પુલ પરથી પડી જતાં ૭ લોકોના મોત
ધુલે, ઉત્તરી મહારાષ્ટ્રના ધુસલી તાલુકામાં એક દર્દનાક ધટના બની છે જેમાં સાત લોકોના મોત નિપજયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાતના અંધારામાં એક વાન પુલ પરથી નીચે પડી જતાં સાત લોકોના મોત નિપજયા છે અને ૧૫ અન્યને ઇજા થઇ છે.પોલીસે જણાવ્યુ હતું કે દુર્ધટના અડધી રાત બાદ ધુલે સોલાપુર રોડ પર વિન્ચુર ગામની નજીક થયો હતો.
પોલીસે જણાવ્યુ હતું કે ધટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને ઇજા પામેલાઓની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે કહેવાય છે કે રાતના અંધારામાં વાન ડ્રાઇવર ગાડીને સંભાળી શકયો નહીં અને તે અનિયંત્રિત થઇ પુલની નીચે પડી હતી.આ ધટનામાં પીડિત લોકોના પરિવારજનોને ધટનાની માહિતી આપતા તેમણે રોકકડ કરી મુકી હતી.