મહારાષ્ટ્ર્માં એક દિવસમાં ૮૯૮ના મોત, ૫૪૦૨૨ લોકો પોઝિટિવ
મુંબઇ: આખા દેશમાં કોરોનાના કારણે ભારે હાહાકાર વ્યાપ્યો છે. હાલ દેશના ૧૨ રાજ્યોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧ લાખ કરતા પણ વધારે છે. જ્યારે ૭ રાજ્યોમાં આ સંખ્યા ૫૦,૦૦૦થી ૧ લાખની વચ્ચે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપેલા નિવેદન પ્રમાણે દેશના ૨૪ રાજ્યોમાં હાલ ૧૫ ટકાથી વધારે સંક્રમણ દર છે અને ૯ રાજ્યોમાં આ દર ૫થી ૧૫ ટકાની વચ્ચે છે.
મહારાષ્ટ્ર્, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં કોવિડ-૧૯ના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઓડિશામાં સંક્રમણનો દર સતત વધી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને જણાવ્યું કે, જે લાભાર્થીઓ કોવિડ-૧૯ વેક્સિનના બીજા ડોઝની રાહ જાેઈ રહ્યા છે તેમને પ્રાથમિકતા આપવી જાેઈએ અને વેક્સિનેશનનો કાર્યક્રમ સમય પર પૂરો થવો જાેઈએ. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આશરે ૨૦,૦૦૦ જેટલા કેસ સામે આવ્યા હતા અને આશરે ૩૫૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સામે ૧૯,૦૦૦થી પણ વધારે લોકો સાજા પણ થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર ૨૪.૯૨ ટકા છે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૯૧,૦૩૫ જેટલી છે.
દેશમાં કોરોના સંક્રમણથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪,૦૨૨ નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં ૩૭,૩૮૬ કોરોના સંક્રમિતો સાજા થયા હતા અને ૮૯૮ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા ૬,૫૪,૭૮૮ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં ૭૪,૪૧૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.