મહાશિવરાત્રિઃ સાળંગપુર હનુમાનને શિવજીનો શણગાર કરવામાં આવ્યો
દ્વારકા: મહાશિવરાત્રિના તહેવારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજી દાદાને આબેહૂબ ભગવાન ભોળાનાથનો શણગાર કરાયો હતો. દાદાના દર્શન કરનાર તમામ ભક્તોએ પણ આ શણગાર જાેઈને ધન્યતા અનુભવી હતા. બીજી તરફ દેવભૂમિ-દ્વારકાના ખંભાળિયામાં ૧૨૫ વર્ષ જૂની પરંપરા કાયમ રહી છે. પરંપરા પ્રમાણે ભગવાન શિવરજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દેશ-વિદેશથી હરિભક્તો દર્શન માટે આવતા હોઈ છે. કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. સાળંગપુર મંદિરે દરરોજ મોટી સખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. અહીં અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.આજે મહાશિવરાત્રિ હોવાથી આજના દિવસે મહાદેવના મંદિરોમાં અનેક પ્રકારના કાર્યક્રમો હોઈ છે. આજે ભોળાનાથને રીઝવવાનો દિવસ છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે હનુમાનજી દાદાને ભગવાન ભોળાનાથનો આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો.
જેમાં હનુમાનજી દાદાની મૂર્તિને શિવજીના વાઘા પહેરવામાં આવ્યા હતા તેમજ દાદાને માથે જટા બનાવવામાં આવી હતી. ઝટામાંથી ગંગા વહેતી હોઈ તે રીતે આસપાસ અદભૂત લાઈટિંગ સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગાર સાથેના દર્શન કરી હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ખંભાળિયાની ૧૨૫ વર્ષની પરંપરા પ્રમાણે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા ખાતે દર વર્ષની પરંપરા પ્રમાણે શિવરાત્રિએ ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રા છેલ્લા ૧૨૫ વર્ષથી કાઢવામાં આવે છે. જે પ્રમાણે આજે પણ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અનેક ભક્તોએ ભાગ લીધો હતો. શોભાયાત્રા નીકળતા જ શહેરના તમામ માર્ગો પર ૐ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો હતો.