Western Times News

Gujarati News

મહા વાવાઝોડું : સાવચેતીના પગલા માટે આટલુ કરો

Files photo

નડિયાદ- મહા વાવાઝોડાની આગાહી અન્વયે ખેડા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઉભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાહત બચાવની કામગીરી માટે પૂર્વ તૈયારીઓ સાથે જિલ્લા વહીવટીતંત્રને સાબદુ કર્યું છે. તેની સાથે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી કરવાની કાર્યવાહી અનુસંધાને શું કરવું તે અંગે તેમણે પ્રજાજોગ જાહેર અપીલ કરી છે. નડિયાદ મુખ્ય મથકે ડીઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી – નડિયાદ નો ફોન નં. ૦૨૬૮-૨૫૫૩૩૫૭, ટોલ ફ્રી નં. ૧૦૭૭ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે જેની પ્રજાજનોએ જાહેર નોંધ લેવા અનુરોધ કરાયો છે.

વાવાઝોડા પહેલા
⦁ સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
⦁ રહેઠાણની મજબુતીની ખાત્રી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દુર કરો.
⦁ કેટલાક લાકડાના પાટિયા રાખો જે બારીઓમાં લગાવી શકાય.
⦁ મોટા વૃક્ષની નબળી ડાળીઓ કાપી નાખો.
⦁ લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે રાખો.
⦁ સ્થળાંતર સમયે અફવાઓ કે ગભરાટ ફેલાવશો નહી.
⦁ ઘરના સભ્યો અને બાળકોને વાવાઝોડા અંગેની સલામતિના પગલાં વિશે માહિતગાર કરો.

વાવાઝોડા દરમિયાન
⦁ ફોન ધ્વારા કંટ્રોલરૂમાંથી સાચી માહિતી મેળવવી
⦁ વાવાઝોડા સમયે મુસાફરી(રેલ બસ) કરવાનું ટાળો.
⦁ ઘરના તમામ બારી બારણા બંધ રાખો, બિનજરૂરી બહાર નીકળવાનું સાહસ કરશો નહી.
⦁ ઘરની બહાર હોઉ તો, વીજળીના થાંભલા તેમજ તારથી દુર રહો. જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય લેશો નહી.
⦁ હિંમત કેળવી અન્યને હુંફ પૂરી પાડો અને મદદ કરો, ગભરાશો નહી.

વાવાઝોડા બાદ
⦁ બચાવ માટે ફાયર બ્રિગેડ, બચાવ રાહત ટીમો, પોલીસનો સંપર્ક કરો.
⦁ રેડિયો કે ટી.વી. ઉપર સલામતિનું સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી જુઓ.
⦁ તુટેલા વીજળીના તાર, પુલ તથા જર્જરિત મકાનોથી સાવધાન રહો.
⦁ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકનો જ ઉપયોગ કરો.
⦁ પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરીને જ ઉપયોગ કરો.
⦁ ક્ષતિગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.