મહિનાઓ બાદ કિસાન આંદોલન સમેટાઇ રહ્યું છે
નવીદિલ્હી, ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી કિસાનો દ્વારા બેરિકેડ હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. બેરિકેડ હટાવ્યા બાદ ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે. હાલમાં આ રસ્તા પર કૃષિ કાયદાને પાછો લેવાની માંગને લઈને મહિનાઓથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં ફક્ત બેરિકેડ હટી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂત હજું ત્યાં જ અડેલા છે.
મળતી જાણકારી મુજબ ગાઝીપુર બોર્ડર પર પોલીસે સૌથી પહેલા કાંટાળા તાર હટાવવાનું શરુ કર્યુ. આની પહેલા ગુરુવારે રાતે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની શરુઆત કરી હતી.દિલ્હી બોર્ડરની નજીક ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના ધરણા સ્થળ પર લાગેલા બેરિકેડિંગને પોલીસે હટાવ્યા હતા. એક પોલિસ અધિકારીએ જણાવ્યું કે સરકાર તરફથી આદેશ છે એટલા માટે અમે બેરિકેડિંગ હટાવી રસ્તો ખોલી રહ્યા છીએ.
પોલીસ બેરિકેડ કેમ લગાવ્યા હતા તેના સવાલના જવાબમાં દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ બેરિકેડ નોયડામાં લો એન્ડ ઓર્ડરની સિચ્યૂએશનને જાેતા લગાવવામાં આવ્યા હતા. હવે ખેડૂતો સાથે વાતચીત થઈ રહી છે અને આશા છે કે જલ્દી રસ્તો સામાન્ય માણસો માટે ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આની પહેલા સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનવણી થઈ હતી. કોર્ટે પ્રદર્સનકારીઓ દ્વારા રસ્તાને બ્લોક કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.HS