મહિના સુધી દર શનિ-રવિવાર પાનના ગલ્લાનો સ્વૈચ્છિક બંધ

અમદાવાદ, ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ થતો જાય છે ત્યારે ગુજરાતની સ્થિતી પણ ખુબ જ વિકટ બની છે. તેવામાં લોકડાઉન થશે કે કેમ તે અંગે ભારે અવઢવ જાેવા મળી રહી છે. જાે લોકડાઉન થાય તો ગત્ત વખતે લોકડાઉન સમયે પાન મસાલા અને સિગરેટનાં બંધાણીઓએ જેવું વેઠવાનું આવ્યું હતું તેવું વેઠવાનું ન આવે તે માટે અત્યારથી સ્ટોર કરવો કે કેમ તે અંગે ભારે અવઢવ જાેવા મળી રહી છે.
જાે કે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જાેશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.
તેથી પાન મસાલાનાં ગલ્લાઓ આવતી કાલથી દર શનિ-રવિ પાનનાં ગલ્લાઓ બંધ રહેશે. ગત્ત લોકડાઉનમાં પાન મસાલાની કિંમતો આસમાને પહોંચી હતી. જે વસ્તુ સામાન્ય રીતે ૫ રૂપિયામાં મળતી હોય છે તે ૫૦-૫૦ રૂપિયામાં મળી રહી હતી. કેટલાક ડુપ્લીકેટ માલના કારણે પણ સ્થિતી વિપરિત બની હતી.
લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા થયા હતા. જેના કારણે હવે આ ર્નિણયથી પાન મસાલાના વ્યવસનીઓમાં ભાગદોડ મચી ગઇ છે. કારણ કે બે દિવસ ગલ્લા બંધ રહેવાનાં છે ત્યારે અસ્થિરતા જાેતા ભવિષ્યે પણ બંધ થાય તેવી બીકે લોકો સ્ટોક કરી રહ્યા છે.