મહિન્દ્રાએ આઇસીવી પ્લેટફોર્મ પર આધારિત બસોની સંપૂર્ણપણે નવી રેન્જ ક્રુઝિઓ જાહેર કરી
મુંબઈ, 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન (એમટીબીડી)એ આજે એનાં લેટેસ્ટ ઇન્ટરમીડિયેટ કમર્શિયલ વ્હિકલ્સ (આઇસીવી) પ્લેટફોર્મ્સ પર આધારિત બસોની સંપૂર્ણપણે નવી રેન્જ મહિન્દ્રા ક્રુઝિઓ લોંચ કરી હતી. એમ્પ્લોયી ટ્રાન્સપોર્ટ સેગમેન્ટનાં ઉદ્દેશ સાથે ક્રુઝિઓ કંપનીનો લોકપ્રિય લાસ્ટવેગન પુલમેન ઓવરહેંગ (એલપીઓ) સેગમેન્ટમાં પ્રવેશ સમાને છે, જેને વેગ મળ્યો છે અને એનાથી ગ્રાહકને વધારે શ્રેષ્ઠ અનુભવ મળશે.
આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ શ્રી રાજન વાઢેરાએ કહ્યું હતું કે, “નવી ક્રુઝિઓ બસ રેન્જની લોંચ અમારાં ટ્રક અને બસ બિઝનેસ માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે આઇસીવી બસ પ્લેટફોર્મને ગ્રાહકને વધારે શ્રેષ્ઠ અનુભવ આપવાનાં નવા સ્તરે લઈ ગયા છીએ. BS-VI તરીકે સજ્જ ક્રુઝિઓ ગેમ ચેન્જર બનવા સજ્જ છે તથા સૌથી વધુ સુરક્ષિત, સલામત અને સુવિધાજનક બસોમાંની એક છે, જે બજારમાં નવા માપદંડો સ્થાપિત કરશે. આગળ જતાં અમે અમારો પોર્ટફોલિયો વધારવા સ્કૂલ અને સ્ટેજ બસ વેરિઅન્ટ પણ લોંચ કરીશું.”
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં મહિન્દ્રા ટ્રક એન્ડ બસ અને કન્સ્ટ્રક્શન્સ ડિવિઝન્સનાં સીઇઓ શ્રી વિનોદ સહાયે ઉમેર્યું હતું કે, “ક્રુઝિઓ મહિન્દ્રાની ભારતીય ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ઉત્કષ્ટ સુવિધાઓ પ્રદાન કરવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ સેગમેન્ટમાં બસ ઓપરેટર્સ એવા સોલ્યુશન મેળવવા ઇચ્છ છે, જે બેલેન્સ એન્ડ-યુઝર ફાયદા આપી શકે તેમજ ખર્ચનો અસરકારક ઉપયોગ મેળવવામાં મદદ કરી શકે. મને ખાતરી છે કે, બ્લેઝો X HCV અને ફ્યુરિયો આઇસીવી રેન્જની જેમ ક્રુઝિઓ એલપીઓ બસની રેન્જ પર્ફોર્મન્સ, આવક અને અમારાં ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય આપવા માટે નવા માપદંડો સ્થાપિત કરશે.”
સલામતીનાં દ્રષ્ટિકોણથી ક્રુઝિઓ AIS031 મુજબ રોલઓવર ટેસ્ટ નિયમો અને AIS 052 મુજબ બસ બોડી કોડનું પાલન કરે છે. આ AIS 153ની લેટેસ્ટ નિયમનકારક જરૂરિયાતોનું પણ પાલન કરે છે, જે અવાજ અને વાઇબ્રેશનનાં કડક ધારાધોરણો ધરાવે છે. ક્રુઝિઓ દિવસે અને રાત્રે એમ બંને સમયે વિઝિબિલિટી વધારે છે તેમજ શોર્ટ સ્ટોપિંગ ડિસ્ટન્સ સાથે અસરકારક બ્રેકિંગ કામગીરી માટે મોટી બ્રેક ધરાવે છે. આ બમ્પર્સને નુકસાન ટાળવા માટે કેટેગરીમાં સૌથી વધુ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ ધરાવે છે.
ક્રુઝિઓ ફૂલ બેક સપોર્ટ પ્રદાન કરવા ડિઝાઇન કરેલી સુવિધાજનક અને ચોક્કસ આકાર ધરાવતી સીટો સાથે બેસ્ટ-ઇન-ક્લાસ સીટ પૂરી પાડે છે. પહોળો ગેંગવે અને સુધારેલ પેરાબોલિક સસ્પેન્શન બેસ્ટ-ઇન-ક્લાસ સુવિધાજનક સવારી તરફ દોરી જાય છે. ક્રુઝિઓનું એન્જિન પેટન્ટેડ મહિન્દ્રા ફ્યુઅલ સ્માર્ટ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે ઇંધણનો અસરકારક વપરાશ સુનિશ્ચિત કરે છે.
આ ટેકનોલોજીની સૌથી શ્રેષ્ઠ ખાસિયત મલ્ટિમોડ સ્વિચ છે, જે લોડ અને રોડની સ્થિતિ મુજબ ઇંધણનાં અસરકારક વપરાશ અને એન્જિનને મહત્તમ પાવર સુનિશ્ચિત કરે છે. આ ઇંધણનાં ખર્ચમાં બચત કરવામાં અને નફાકારકતા વધારવામાં મદદ કરે છે. ક્રુઝિઓ સરળ ડ્રાઇવિંગ માટે ઇન્ટેલિજન્ટ ડ્રાઇવર ઇન્ફોર્મેશન સિસ્ટમ (ડીઆઇએસ) સાથે સજ્જ છે, જેમાં ડ્રાઇવરની કામગીરી અસરકારક બનાવવા અને સલામતી વધારવા ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર ઉપયોગ તમામ માહિતી મળે છે.