મહિન્દ્રાએ ગુજરાતમાં નવું હેવી-ડ્યુટી રોટાવેટર લોન્ચ કર્યુ
· મહિન્દ્રાના સફળ લાઇટ સોઇલ્સ સ્પેશ્યલ મહિન્દ્રા જીરોવેટરને આધારે હેવી-ડ્યુટી રોટાવેટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
· શ્રેષ્ઠ કામગીરી, વિશ્વસનિયતા અને ટકાઉક્ષમતા માટે પરીક્ષણ સાથે ભારત અને યુરોપમાં મહિન્દ્રાના આરએન્ડડી કેન્દ્રો દ્વારા ઇન-હાઉસ ડિઝાઇન અને તૈયાર થયું છે
અમદાવાદ, 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની અને વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરનું સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે ગુજરાતમાં નવું હેવી-ડ્યુટી રોટાવેટર મહિન્દ્રા મહાવેટર પ્રસ્તુત કર્યું છે.
જ્યારે નવા મહિન્દ્રા મહાવેટરનો ઉપયોગ તમામ પ્રકારની જમીનમાં થઈ શકશે, ત્યારે આ ખાસ કઠણ જમીન માટે તથા શેરડી અને કપાસ જેવા કઠણ પાકના અવશેષો દૂર કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ અસરકારક રીતે જમીનના ઢેંફાનું પીલાણ કરી શકે છે અને છોડની સ્વસ્થ વૃદ્ધિ માટે જમીનને બારીક કી ઝીણી કરે છે.
ભારત અને યુરોપમાં મહિન્દ્રાના આરએન્ડડી (સંશોધન અને વિકાસ) કેન્દ્રોમાંથી શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે ડિઝાઇન કરેલા અને વિકસાવેલા મહિન્દ્રાનાં રોટાવેટર્સ સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની જમીન ધરાવતી ખેતરોમાં ઉપયોગી છે, જે સાનુકૂળતા અને વિશ્વસનિયતા એમ બંને સુનિશ્ચિત કરે છે.
જે ખેડૂતો ટ્રેક્ટર અને રોટાવેટર એકસાથે ખરીદવા ઇચ્છતાં હોય એમના માટે રોકડ પ્રવાહની સમસ્યાનું સમાધાન કરવા મહિન્દ્રાએ મહિન્દ્રા ફાઇનાન્સ સાથે જોડાણ કર્યું છે, જેથી રોટાવેટરના વેરિઅન્ટને આધારે તેમને રૂ. 85,000 સુધીની સુવિધાજનક અને આકર્ષક લોન મળશે.
મહિન્દ્રાએ ઊંચી ટકાઉક્ષમતા ધરાવતી રોટાવેટર બ્લેડ બ્રાન્ડેડ મહિન્દ્રા બોરોબ્લેડ પણ પ્રસ્તુત કરી છે. આ ફેક્ટરીમાં ઉત્પાદન થયેલા રોટાવેટર્સ પર ફિટ છે અને અમારા નેટવર્કના ડિલર્સ અને સ્પર્સ રિટેલર્સ દ્વારા સ્પેર્સ તરીકે પણ મળે છે.
મહિન્દ્રા મહાવેટર પ્રસ્તુત કરવાના પ્રસંગે એમએન્ડએમ લિમિટેડના ફાર્મ મશીનરીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કાઇરસ વખારિયાએ કહ્યું હતું કે, “મહિન્દ્રાએ 10 વર્ષ અગાઉ મહિન્દ્રા જીરોવેટર પ્રસ્તુત કર્યું હતું. અત્યારે અમે મહિન્દ્રા જીરોવેટર તરીકે ત્રણ લાઇટ સોઇલ રોટાવેટર્સમાં એક કેટેગરીમાં લીડર છીએ. મહિન્દ્રા મહાવેટર પ્રસ્તુત કરવાની સાથે અમારો ઉદ્દેશ લાઇટ સોઇલ રોટાવેટર્સમાંથી હેવી-ડ્યુટી સેગમેન્ટમાં લીડરશિપ મેળવવાનો છે.”
મહાવેટર અને જીરોવેટર ઉપરાંત મહિન્દ્રા ભીની જમીન, શુષ્ક જમીન, વાઇનયાર્ડ અને આર્ચાડ (બાગબગીચા) માટે રોટાવેટર્સની સંપૂર્ણ રેન્જ ધરાવે છે. આ રોટાવેટર્સ 15એચપીથી 70 એચપી સુધીના ટ્રેક્ટર્સની રેન્જ સાથે કામ કરવા સક્ષમ છે.
મહિન્દ્રાનાં નવા મહાવેટરનું રિટેલિંગ ગુજરાતમાં મહિન્દ્રાના 60 ટ્રેક્ટર ડિલર્સના અમારા નેટવર્ક દ્વારા થશે, જેઓ દાયકાઓથી વેચાણ પછી વિશ્વસનિય સેવા પ્રદાન કરે છે અને તેમણે ખેડૂતોને ભરોસો અને સન્માન બંને મેળવ્યાં છે.
મહિન્દ્રાના રોટાવેટર્સનું ઉત્પાદન ભારતના ત્રણ જુદાં વિસ્તારોમાં 3 ફેક્ટરીઓમાં થાય છે, જે મહિન્દ્રાની ગુણવત્તાના કડક ધારાધોરણોની પુષ્ટિ કરે છે. આ સપ્લાયર્સ સાથે ગુણવત્તા જાળવવા અને લોજિસ્ટિક્સ સાથે પણ ખેડૂતોને ખામી વિનાના ઉત્પાદન મળે એ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
ખેડૂતોની માનસિક શાંત માટે મહિન્દ્રાની સંવર્ધિત ખાતરી મળે છે, જે એકથી બે વર્ષની ઉત્પાદન વોરન્ટીમાં આવે છે, જેનો આધાર રોટાવેટર પર છે. એની સામે અન્ય ઉત્પાદકો 6 મહિનાની વોરન્ટી આપે છે.