મહિન્દ્રાએ જયપુરમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત ઓટોમોબાઇલ વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું
જયપુર, 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે જયપુરમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત ઓટોમોબાઇલ સર્વિસ વર્કશોપનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી હતી. આ દેશની સૌથી મોટી પહેલી ‘પિન્ક કોલર્સ’નો ભાગ છે, જેનો ઉદ્દેશ દેશમાં ઓટોમોબાઇલ વર્કશોપમાં મુખ્ય ઉત્પાદકીય ભૂમિકાઓમાં મહિલાઓની ભરતીને પ્રોત્સાહન આપવાનો છે.
9 મહિલાઓની ટીમથી સજ્જ કોમ્પેક્ટ ક્વિક (સીક્યુ) આઉટલેટ મહિન્દ્રા ઓથો ટૂ-બે અર્બન વર્કશોપની કેટેગરી છે, જે આયોજિત સેવાઓ પૂરી કરે છે. મહિન્દ્રાનાં ચેનલ પાર્ટનર – જયપુરમાં કલ્યાણ મોટર્સની માલિકીનાં અને એનાં દ્વારા ઓપરેટ થતાં કોમ્પેક્ટ ક્વિક વર્કશોપનું સંચાલન હવે મહિલાઓની ટીમ કરે છે, જેમાં ટેકનિશિયન, સર્વિસ એડવાઇઝર્સ, ડ્રાઇવર્સ, પાર્ટ મેનેજર્સ અને સીક્યોરિટી ગાર્ડ્સ સામેલ છે.
આ પહેલ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ ડિવિઝનનાં સેલ્સ એન્ડ માર્કેટિંગનાં ચીફ વીજય રામ નાકરાએ કહ્યું હતું કે, “મહિન્દ્રામાં અમે ભારતનું સૌપ્રથમ મહિલા સંચાલિત ઓટોમોબાઇલ વર્કશોપનું ઉદ્ઘાટન કરીને ખુશ છીએ. અમે આ પહેલ “પિંક કોલર્સ” નામ આપ્યું છે. આ પહેલ દ્વારા અમારો ઉદ્દેશ મહિલાઓને વધારે કૌશલ્ય પ્રદાન કરવાનો અને સક્ષમ બનાવવાનો છે, જેનાં પરિણામે અમારી વર્કશોપમાં જાતિવિવિધતા આવશે અને વર્કફોર્સ સર્વસમાવેશક બનશે.”
સીક્યુ આઉટલેટમાં “ક્વિક” સર્વિસની ખાતરી માટે એક વાહન પર વારાફરતી 2 ટેકનિશિયન કામ કરે એ જરૂરી છે, જેઓ કામગીરીનાં ધારાધોરણની પ્રક્રિયાઓને અનુસરશે અને મહત્તમ ઉત્પાદકતા આપશે. મહિન્દ્રા એનાં ચેનલ પાર્ટનર્સમાં મહિલાઓ માટે સર્વસમાવેશક નીતિઓ સાથે એનાં ઓથોરાઇઝ વર્કશોપમાં મહિલા કર્મચારીઓને સામેલ કરવાનાં અભિયાનને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. કંપનીએ મહિલા ડિલર કર્મચારીઓને ફ્રી ટેકનિકલ આપે છે અને એનાં એક-તૃતિયાંશ ટ્રેઇનીઓ તરીકે મહિલાઓની ભરતી કરવા ડિલરને પ્રોત્સાહન આપશે.
પિંક કોલર પહેલ વિશે પિંક કોલર પહેલ ચેનલ પાર્ટનર્સને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઇટીઆઇ) સાથે જોડાણ કરવા તથા કંપનીનાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા આધુનિક જાણકારી આપવા પ્રોત્સાહન આપશે, જેથી પ્રેક્ટિકલ ટ્રેનિંગને સપોર્ટ કરવા ઓટોમોટિવ એગ્રીગેટ્સ મળશે અને આઇટીઆઇનાં વિદ્યાર્થીઓ ઉદ્યોગ માટે સજ્જ થશે.. મહિલા પ્રતિભાઓની ઓળખ કરવા અને એમને ભરતી આપવા મહિન્દ્રા ઓથોરાઇઝ ડિલર્સ દ્વારા આ આઇટીઆઇમાં કન્યા વિદ્યાર્થીનીઓ માટે વિશેષ ભરતી અભિયાનો હાથ ધરવામાં આવ્યાં છે. આ મહિલાઓ અસાધારણ કારકિર્દી અપનાવીને ઇતિહાસનું સર્જન કરી રહી છે અને મહિલાઓ માટે નવી ચીલો ચાતરી રહી છે.
ચાલુ વર્ષે ઓગસ્ટમાં પિંક કોલર્સ પ્રોગ્રામમાં પસંદગી થયા પછી આ મહિલાઓ મહિન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એક્સલન્સ (એમઆઇએલઇ)માં કડક ટેકનિકલ તાલીમમાંથી પસાર થઈ હતી, જેમાં તેમણે મહિન્દ્રા વિવિધ વાહનોની ટેકનિકલ જાણકારી મેળવી હતી અને પ્રેક્ટિકલ અનુભવ મેળવ્યો હતો.