Western Times News

Gujarati News

મહિન્દ્રાએ ‘થાર 700’ લોંચ કરવાની જાહેરાત કરી

આઇકોનિક ઓફ-રોડ થારનાં એનાં હાલનાં અવતારમાં છેલ્લાં 700 એકમો પ્રસ્તુત કર્યા, જે દરેક ઉત્સાહીનાં ગેરેજમાં હોવા જોઈએ

મુંબઈ, 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (M&M લિમિટેડ.) આજે આઇકોનિક 4×4 ઓફ-રોડ એસયુવીનાં 700 યુનિટની છેલ્લી બેચનાં હાલનાં અવતાર થાર 700 લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ વિશિષ્ટ અને અલગ ખાસિયતો સાથે સજ્જ છે તથા એની કિંમત દિલ્હીમાં એક્સ-શોરૂમ રૂ. 9.99 લાખ હશે.

થાર 700 મહિન્દ્રાની 70 વર્ષનાં વારસાનું ઉચિત પ્રતીક છે, કારણ કે એનાં મૂળિયા 1949માં રહેલાં છે, જ્યારે મહિન્દ્રાનાં પ્રથમ વાહનનું નિર્માણ ભારતમાં થયું હતું. કોઈ પણ જગ્યાએ જવાની ક્ષમતા ધરાવતી થાર ખરાં અર્થમાં બ્લૂ ઓફ-રોડર છે અને મહિન્દ્રાની ઉત્કૃષ્ટ બ્રાન્ડ છે, જે કંપનીનાં સમૃદ્ધ 4×4 વારસાને પ્રદર્શિત કરે છે. આઇકોનિક બ્રાન્ડની લિમિટેડ સ્પેશ્યલ એડિશન થાર 700 લોકપ્રિય કલર નેપોલી બ્લેક ઉપરાંત સંપૂર્ણપણે નવા એક્વામેરિન કલરમાં ઉપલબ્ધ થશે.

થાર 700ની મુખ્ય ખાસિયતમાં વાહન પર મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રની સિગ્નેચર ધરાવતી સ્પેશ્યલબેજ જોવા મળશે.

એની અપીલને વધારવા થાર 700માં નીચેનાં એક્ષ્ટેરિયર અને ઇન્ટેરિઅર ફેરફારો જોવા મળશેઃ

  • સ્ટાઇલાઇઝ 5-સ્પોક એલોય વ્હીલ્સ
  • સાઇડ અને બોનેટ પર ડેકલ્સ
  • ગ્રિલ પર બ્લેક ફિનિશ
  • ફ્રન્ટ બમ્પર પર સિલ્વર ફિનિશ
  • આગળની સીટો પર થારનાં લોગો સાથે લેધર અપહોલ્સ્ટેરી
  • એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)

થાર 700 મહિન્દ્રાની કોઈ પણ ઓથોરાઇઝ ડિલરશિપ કે ઓનલાઇન www.mahindrasyouv.com પર બુક કરી શકાશે.

થાર 700ની સ્પેશ્યલ એડિશન પર બોલતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં સેલ્સ એન્ડ માર્કેટિંગ, ઓટોમોટિવ ડિવિઝનનાં વડા વીજય રામ નાકરાએ કહ્યું હતું કે, “અમે અમારાં આઇકોનિક ઓફ-રોડર થારને હાલનાં અવતારમાં છેલ્લાં 700 યુનિટ પ્રસ્તુત કરીને ખુશ છીએ. અમે માનીએ છીએ કે, મહિન્દ્રાનાં આ વારસાનાં પીસનાં માલિક બનવાની છેલ્લી તક તરીકે ઉત્સાહીઓ એને જોશે. આ ગેરેજ કલેક્શનમાં હોવી જોઈએ. થાર સ્પષ્ટપણે અમારાં 70 વર્ષનાં વારસાનું એક્ષ્ટેન્શન છે અને મહિન્દ્રાની ખાસિયતોનું પ્રતીક છે. વર્ષોથી એણે સફળતાપૂર્વક લાઇફસ્ટાઇલ વ્હિકલ સેગમેન્ટ ઊભું કર્યું છે, ત્યારે ઓફ-રોડ ટ્રાઇબ તરીકે લોકપ્રિય છે.”

જ્યારે આજનાં ગ્રાહકો વિવિધ લાઇફસ્ટાઇલ ઇચ્છે છે, ત્યારે તેઓ એડવેન્ચર અને ફન ઇચ્છેછે, જે અન્ય બ્રાન્ડની સરખામણીમાં થાર ઓફર કરે છે. ઓફ-રોડ ઉત્સાહીઓ, સ્ટાઇલ ઇચ્છતાં અને પૂર્વ સૈનિકોમાં લોકપ્રિયતા સાથે થાર જેવો ઇતિહાસ અન્ય બહુ વાહનો ધરાવતાં નથી અને મહિન્દ્રા થાર જેવો આઇકોનિક દરજ્જો ધરાવતાં નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.