મહિન્દ્રાએ 4×4 આઇકોન હવે અદ્યતન, વર્લ્ડ-ક્લાસ SUV થાર લોન્ચ કર્યો
મુંબઈ, 15 ઓગસ્ટ, 2020: 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે ભારતના 74મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ આઇકોનિક SUV સંપૂર્ણપણે નવી થાર પરથી પડદો ઊંચક્યો હતો. પોતાના સંપૂર્ણપણે નવા અવતારમાં થારે પર્ફોર્મન્સ, રોજિંદા સુવિધા અને અનુકૂળતા, ટેકનોલોજી અને સલામતીની દ્રષ્ટિએ હરણફાળ ભરી છે તેમજ એના હાર્દ સમાન વિશિષ્ટ ઓફ-રોડિંગ ક્ષમતા અને એની આઇકોનિક ડિઝાઇન જાળવી રાખી છે.
આ સંપૂર્ણપણે નવી થાર લોંચ કરતા એમએન્ડએમ લિમિટેડના એમડી અને સીઇઓ ડો. પવન ગોએન્કાએ કહ્યું હતું કે, “આજે સંપૂર્ણપણે નવી થાર લોંચ કરીને અમે ઇતિહાસનું એક વાર ફરી પુનરાવર્તન કર્યું છે. આ થારનાં મૂળિયા અમારા સમૃદ્ધ ઓટોમોટિવ વારસામાં રહેલા છે અને એમાં મહિન્દ્રાની ખાસિયતો એટલે કે DNAને જાળવી રાખવામાં આવી છે. અમને અમારી ઓથેન્ટિક SUVના વારસા પર ગર્વ છે, જે 1950ના દાયકાથી સૈન્ય દળોને સેવા આપીને આ દેશની આઝાદીનું રક્ષણ કરી રહી છે તેમજ સાથે સાથે સાહસનું પ્રતીક અને લાઇફસ્ટાઇલ આઇકોન બની ગઈ છે. સંપૂર્ણપણે નવી થાર મનોરંજન, સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે તથા એની આગામી સાહસિક સફર માટે સજ્જ છે.”
સંપૂર્ણપણે નવી થાર એના ચાહકોની સાથે આઇકોનિક વાહનના માલિક બનવાનું સ્વપ્ન સેવતા લોકોને અપીલ કરશે, જેમાં સમકાલીન SUVની તમામ ખાસિયતો અને સુવિધાઓ છે.
સંપૂર્ણપણે નવી થાર નીચેની રોમાંચક ખાસિયતો ધરાવે છે:
- સંપૂર્ણપણે નવું BS-6 કમ્પ્લાયન્ટ એન્જિનના વિકલ્પો: 2.0 લિટર mસ્ટોલિયન TGDi પેટ્રોલ એન્જિન અને2 લિટર mહૉક ડિઝલ એન્જિન
- નવા ગીઅરબોક્ષના વિકલ્પો: ઓથેન્ટિક મેન્યુઅલ શિફ્ટ-ઓન-ધ-ફ્લાય 4×4 ટ્રાન્સફર કેસ સાથે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મેટેડ
- સંપૂર્ણપણે નવા રુફ વિકલ્પો: હાર્ડ ટોપ, ફર્સ્ટ-ઇન-ક્લાસ કન્વર્ટિબલ ટોપ અને વૈકલ્પિક સોફ્ટ ટોપ
- સંપૂર્ણપણે નવા સીટિંગ વિકલ્પો: 4 ફ્રન્ટ-પેસિંગ સીટ અને 2+4 સાઇડ-ફેસિંગ સીટ
- ટેકનોલોજીની સંપૂર્ણપણે નવી ખાસિયતો: ડ્રિઝલ રેસિસ્ટન્ટ 8 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કન્ટ્રોલ, એડવેન્ચર સ્ટેટિસ્ટિક્સ અને ઘણું બધી
- સંપૂર્ણપણે નવી સુવિધા અને અનુકૂળતા આપતી ખાસિયતો: સ્પોર્ટી ફ્રન્ટ સીટ્સ, રુફ-માઉન્ટેડ સ્પીકર્સ અને અન્ય સુવિધાઓ
- સલામતીની નવી ખાસિયતો: ABS + EBD, ડ્યુઅલ એરબેગ્સ, રોલઓવર મિટિગેશન સાથે ESP, હિલ-હોલ્ડ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ અને અન્ય ઘણી ખાસિયતો
એમએન્ડએમ લિમિટેડનાં ઓટો એન્ડ ફાર્મ સેક્ટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ જેજુરિકરે કહ્યું હતું કે, “સંપૂર્ણપણે નવી થાર કલ્ટ બની ગયેલી આ બ્રાન્ડની અપીલ વધારશે અને વધુને વધુ ઉપભોક્તાઓને આકર્ષશે. આ અસાધારણ સફર કરવા ઇચ્છતાં અને રોમાંચક માર્ગો પર સફર કરવા ઇચ્છતાં લોકોને લક્ષ્યાંક બનાવશે. સંપૂર્ણપણે નવી થાર 2 ઓક્ટોબર, 2020ના રોજ લોંચ થશે, જે અમારો સ્થાપના દિવસ પણ છે.”
એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના સીઇઓ વીજય નાકરાએ કહ્યું હતું કે, “થાર આઝાદીના જુસ્સા, રોમાંચકતા અને આનંદદાયક ડ્રાઇવિંગની મજા આપે છે, જે બહુ થોડા વાહનો આપી શકે છે. સંપૂર્ણપણે નવી થાર સાથે અમારો ઉદ્દેશ ઓન એન્ડ ઓફ એમ બંને ટર્માક, ટેકનોલોજીની અદ્યતન ખાસિયતો, ઉત્કૃષ્ટ સલામતી અને રોજિંદા સુવિધા સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સના વારસાને જાળવવાનો છે, જે ખરાં અર્થમાં અદ્યતન SUVનાં ડ્રાઇવિંગની મજા આપે છે.”
જ્યારથી ભારત સ્વતંત્ર દેશ બન્યો છે, ત્યારથી ‘મહિન્દ્રા ક્લાસિક્સ’એ ભારતીયોને નવી દુનિયાની સફર કરવાનો અને અતિ દુર્ગમ વિસ્તારો પર વિજય મેળવવા સક્ષમ બનાવ્યાં છે. સાત દાયકાથી વધારે સમયથી મહિન્દ્રા ક્લાસિક્સ ભારતની ગાથા સાથે ગાઢ જોડાણ ધરાવે છે અને સંપૂર્ણપણે નવી થાર આપણા દેશના સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક પર્વ પર લોંચ થવી એ અમારી સફરને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
પ્રસિદ્ધ કવિ રાલ્ફ વાલ્ડો એમર્સને કહ્યું છે કે, “જ્યાં માર્ગ લઈ જાય, ત્યાં ન જાવ; પણ જ્યાં માર્ગ ન હોય ત્યાં જાવ અને નવી કેડી કંડારો.” સંપૂર્ણપણે નવી થાર કવિની આ પંક્તિઓને સાકાર કરવા તમને પ્રેરિત કરે છે. ભારતમાં ડિઝાઇન અને એન્જિનીયર થયેલી તથા મહિન્દ્રાના નાશિક પ્લાન્ટમાં બનેલી સંપૂર્ણપણે નવી થાર 6 આકર્ષક કલર – રેડ રેન્જ, મીસ્ટિક કોપર, નેપોલી બ્લેક, એક્વામરિન, ગેલેક્સી, ગ્રે અને રોકી બીજમાં ઉપલબ્ધ થશે.