મહિન્દ્રાના ચાહકો માટે 27 જૂનથી નવી SUV સ્કોર્પિયો બજારમાં આવશે
#BigDaddyOfSUVs એટલે કે મહિન્દ્રાની સંપૂર્ણપણે નવી ‘સ્કોર્પિયો-એન’ બજારમાં આવવા સજ્જ
અધિકૃત છતાં ખડતલ મહિન્દ્રા SUVની ખાસિયતો પર આધારિત આ એસયુવી આકર્ષક અને પ્રભાવશાળી ડિઝાઇન ધરાવે છે
પ્રભાવશાળી હાજરી, રોમાંચક પર્ફોર્મન્સ, એડવેન્ચર ક્ષમતા અને સલામતીના નવા માપદંડો સ્થાપિત કરશે
મહિન્દ્રાની બ્રાન્ડની ખાતરીને જાળવીને સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન અત્યાધુનિક ખાસિયતો અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ હશે
ગેસોલિન અને ડિઝલ એમ બંને એન્જિનમાં ઉપલબ્ધ થનારી તથા મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ ધરાવતી આ એસયુવી 4X4 વિકલ્પ આપશે-હાલની સ્કોર્પિયો – સ્કોર્પિયો ક્લાસિક તરીકે જળવાઈ રહેશે
મુંબઈ, ભારતમાં એસયુવી સેગમેન્ટની પથપ્રદર્શક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે એની અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી એસયુવીનું બ્રાન્ડ નેમ જાહેર કર્યું હતું, જેનું પ્રોજેક્ટ કોડનેમ Z101 હતું. આ એસયુવીનું બ્રાન્ડ નેમ છે – સંપૂર્ણપણે નવી ‘સ્કોર્પિયો-એન.’
આ મોટી, ખડતલ અને અધિકૃત એસયુવી #BigDaddyOfSUVs તરીકે એની સાખને મજબૂત કરશે અને 27 જૂન, 2022ના રોજ બજારમાં આવશે. છેલ્લાં બે દાયકામાં આઇકોનિક અને કલ્ટ બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ થયેલી હાલની સ્કોર્પિયો ‘સ્કોર્પિયો ક્લાસિક’ તરીકે જળવાઈ રહેશે.
સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન ડી-સેગમેન્ટ એસયુવી કેટેગરીને નવેસરથી પરિભાષિત કરશે. તેને યુવાન અને ટેક-સેવ્વી ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા બનાવવામાં આવી છે, જેઓ ફૂલ-સાઇઝ અધિકૃત એસયુવીનો અનુભવ લેવા આતુર છે. ખડતલ છતાં અત્યાધુનિક સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન મજબૂત અને આકર્ષક ડિઝાઇન સાથે પ્રભાવશાળી છે અને ડ્રાઇવિંગ પોઝિશન ધરાવે છે.
આ #BigDaddyOfSUVs પ્રીમિયમ ઇન્ટેરિઅર્સ ધરાવે છે તથા અનેક આધુનિક ખાસિયતો અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ છે. સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન ગેસોલિન અને ડિઝલ એન્જિન ધરાવશે, જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પો મળશે. પોતાની એડવેન્ચર ક્ષમતાઓ જાળવવા આ એસયુવી 4×4 વિકલ્પ ઓફર કરશે.
આ જાહેરાત પર એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડન્ટ વીજય નાકરાએ કહ્યું હતું કે, “મહિન્દ્રા માટે સ્કોર્પિયો સીમાચિહ્નરૂપ મોડલ છે, જેણે કેટેગરીને નવેસરથી પરિભાષિત કરી છે અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં આઇકોનિક બ્રાન્ડ બની ગઈ છે.
સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન ભારતમાં ફરી એકવાર એસયુવી સેગમેન્ટમાં માપદંડોને નવેસરથી સ્થાપિત કરશે એવી અપેક્ષા છે. અતિ આકર્ષક ડિઝાઇન, રોમાંચક પર્ફોર્મન્સ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે અમે અધિકૃત, ખડતલ છતાં અત્યાધુનિક એસયુવી બનાવવાનો મહિન્દ્રાનો વારસો આગળ વધારવાનું જાળવી રાખીશું.
સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન સાથે અમે બ્રાન્ડની ‘એક્સપ્લોર ધ ઇમ્પોસિબલ’ની ખાતરી પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું. સ્કોર્પિયો-એન ભારતીય બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરની એસયુવી પ્રસ્તુત કરવાની કટિબદ્ધતાને સૂચવે છે અને અમારા ગ્રાહકો માટે માલિકોને રોમાંચક, લાભદાયક અનુભવ આપશે.”
સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એનના વિકાસ પર એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રેસિડન્ટ આર વેલુસામીએ કહ્યું હતું કે, “સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન મહિન્દ્રા માટે મહત્વપૂર્ણ વ્હિકલ છે, જે ભારતમાં એસયુવી સેગમેન્ટને નવેસરથી પરિભાષિત કરવા સજ્જ છે.
અમારી નવી એસયુવી અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે તથા રોમાંચક પર્ફોર્મન્સ અને ડ્રાઇવિંગની શ્રેષ્ઠ ગતિશીલતા ઓફર કરશે. આ નવા બોડી-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ પર નિર્મિત છે. આ ખડતલ છતાં અત્યાધુનિક એસયુવી ચેન્નાઈ નજીક મહિન્દ્રા રિસર્ચ વેલી (એમઆરવી), અમેરિકામાં મહિન્દ્રા નોર્થ અમેરિકન ટેકનિકલ સેન્ટર (એમએનએટીસી) અને મુંબઈમાં મહિન્દ્રા ડિઝાઇન સ્ટુડિયોમાં અમારી યુવાન, ઉત્સાહી અને ઊર્જાવંત ટીમોએ ડિઝાઇન અને એન્જિનીયર કરી છે.”
સંપૂર્ણપણે નવી સ્કોર્પિયો-એન 27 જૂન, 2022ના રોજ આવશે અને ચાકણમાં કંપનીના અત્યાધુનિક પ્લાન્ટમાં બનશે.