Western Times News

Gujarati News

મહિન્દ્રાના નવા સુપ્રો પ્રોફિટ ટ્રક ગેરન્ટેડ પેલોડની ક્ષમતા દ્વારા ગ્રાહકની સમૃદ્ધિ વધારશે

વધારે નફો કરો અથવા ટ્રક પરત કરો – એસસીવી સેગમેન્ટમાં ગ્રાહકને અસરકારક ઓફર, જે નફો વધારવા ઊંચા માઇલેજ અને પેલોડની વધારે ક્ષમતાની ખાતરી આપે છે

મુંબઈ, ભારતમાં ટોચની કમર્શિયલ વ્હિકલ ઉત્પાદકો પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ 3-વ્હીલર્સથી લઈને 55 ટન એચસીવી ટ્રક્સ ઉત્પાદનો અને સમાધાનોની બહોળી રેન્જ ઓફર કરે છે. કંપનીએ આજે તાજેતરમાં પ્રસ્તુત થયેલી સુપ્રોપ્રોફિટ ટ્રકની સ્મોલ કમર્શિયલ વ્હિકલ્સની રેન્જ માટે વિશિષ્ટ મૂલ્ય સંવર્ધન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.

સ્વતંત્ર સર્ટિફિકેશનને આધારે સુપ્રોપ્રોફિટ ટ્રકના ગ્રાહકો ઇંધણની ઊંચી કાર્યદક્ષતા અને પેલોડની ખાતરીને કારણે કાર્યકારી નફો 25થી 36 ટકા વધારે મળવાની તક ધરાવે છે એવું પુરવાર થયું છે. આ અતિ આકર્ષક પ્રોડક્ટ રેન્જ અને ઓફર માટે મહિન્દ્રાએ પ્રસિદ્ધ અભિનેતા અને નિર્માતા અજય દેવગણને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે, જેઓ ડિજિટલ અને પરંપરાગત માધ્યમો દ્વારા બ્રાન્ડની પહોંચ વધુ વધારવા જોડાશે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના સીઇઓ વીજય નાકરાએ કહ્યું હતું કે, “આ પોર્ટફોલિયો બિઝનેસને આગળ વધારવાના અમારા અભિગમ માટે અમારો મંત્ર છે – ગ્રાહકની સમૃદ્ધિ. એ મુજબ સુપ્રોની ખાસિયતના મૂળિયા વધારે નફાકારકતા અથવા અમે સુપ્રોપ્રોફિટ ટ્રકને પરત લઈશું એ ખાતરીમાં રહેલા છે

તથા આ ખાતરી ગેરન્ટેડ ઊંચી માઇલેજ અને લોડ વહન કરવાની શ્રેષ્ઠ ક્ષમતામાં રહેલા છે. આ બ્રાન્ડ માટે અજય દેવગણ સૌથી પ્રસ્તુત કે યોગ્ય બ્રાન્ડ એમ્બેસેડર છે, કારણ કે  પ્રસિદ્ધ અભિનેતાના વ્યક્તિત્વ અને સફળતા તથા બ્રાન્ડ મહિન્દ્રા વચ્ચે ઘણી સામ્યતા છે.”

આ જાહેરાત પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના એસસીવીના બિઝનેસ હેડ અમિત સાગરે કહ્યું હતું કે, “અમારી એસસીવી રેન્જના મૂળિયા એવા ઉત્પાદનો અને સમાધાનો બનાવવામાં રહેલા છે, જે અમારા ગ્રાહકોનું સ્વપ્ન સાકાર કરે છે. નવી સુપ્રોપ્રોફિટ ટ્રકમિની મહિન્દ્રાની <2T કેટેગરીમાં શ્રેષ્ઠ ઓફર છે

અને સુપ્રોપ્રોફિટ ટ્રકમેક્સી 2થી 3.5Tની કેટેગરીમાં સ્પર્ધા કરશે. શ્રેષ્ઠ માઇલેજ, ઊંચો પેલોડ, વધારે પાવર અને સંપૂર્ણપણે નવું ટ્રાન્સમિશન જેવા ફાયદા સાથે સુપ્રોપ્રોફિટ ટ્રકની નવી રેન્જનો ઉદ્દેશ SCV 4W લોડ સેગમેન્ટમાં અમારી લીડરશિપ પોઝિશનને મજબૂત કરવાનો છે.”

સુપ્રોપ્રોફિટ ટ્રકની નવી રેન્જ સફળ સુપ્રો પ્લેટફોર્મ પર વિકસાવેલી છે. આ વધારે વાજબી, વધારે પાવરફૂલ છે, વધારે પેલોડ ક્ષમતા ધરાવે છે અને ઊંચું માઇલેજ આપે છે, જે ગ્રાહકોને વધારે નફાની ખાતરી આપે છે. સુપ્રોપ્રોફિટ ટ્રક ડિઝલ અને સીએનજી એમ બંને વિકલ્પમાં આવે છે તથા ક્લાસમાં શ્રેષ્ઠ માઇલેજ અને મહત્તમ લોડ પર પણ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપે છે, જેથી સર્વોચ્ચ સુવિધા અને આરામ પ્રદાન કરે છે. સુપ્રોપ્રોફિટ ટ્રક ગ્રાહકોને પાવરફૂલ એસી પ્રદાન અને મોબાઇલ ચાર્જિંગ પ્રદાન કરે છે તેમજ 3 વર્ષ/80,000 કિલોમીટર (બેમાંથી જે પહેલા પૂરી થાય)ની કેટેગરીમાં શ્રેષ્ઠ વોરન્ટી પ્રદાન કરે છે.

સુપ્રોપ્રોફિટ ટ્રક ધિરાણના અતિ આકર્ષક વિકલ્પો પણ આપે છે, જેમાં ગ્રાહકો 5 વર્ષ સુધીની લાંબી લોન અને ઓછા આઇઆરઆરનો લાભ લઈ શકે છે, જેની શરૂઆત 12.99થી થાય છે, જેનાથી ગ્રાહકોને ઇએમઆઇ ઓછો આવશે. ગ્રાહકો સુપ્રોપ્રોફિટ ટ્રક પર 100 ટકા સુધીની લોનનો લાભ પણ લઈ શકે છે.

આફ્ટર-સેલ્સ સર્વિસની ગેરન્ટી ઊંચો નફો કે ટ્રક પરત લેવાની ખાતરી ઉપરાંત મહિન્દ્રાએ બે પાવરફૂલ આફ્ટર-સેલ્સ સર્વિસ ગેરન્ટી પણ આપી છેઃ

1.    2 કલાકના ટર્નએરાઉન્ડ ટાઇમની શીડ્યુલ સર્વિસ ગેરન્ટી અથવા દરરોજ રૂ. 500નું વળતર અને

2.    5 કલાકના ટર્નએરાઉન્ડ ટાઇમની પેઇડ સર્વિસ ગેરન્ટી અથવા દરરોજ રૂ. 750નું વળતર.

એનાથી માઇલેજ દ્વારા ઊંચો નફો મળશે અને ઊંચા પેલોડની ગેરન્ટી મળશે તથા પછી સર્વિસમાં ગેરન્ટેડ ટર્નએરાઉન્ડ ટાઇમ ઊંચો અપટાઇમ, વધારે ટ્રિપ અને વધારે આવક સુનિશ્ચિત કરશે.

મહિન્દ્રાએ નવા સુપ્રોપ્રોફિટ ટ્રકને પ્રોત્સાહન આપવા આક્રમક બ્રાન્ડ સ્ટ્રેટેજી બનાવી છે. કંપનીએ આત્મવિશ્વાસથી સંપન્ન, પ્રામાણિક, મર્દાના અને પ્રસિદ્ધ બોલીવૂડ અભિનેતા અજય દેવગણની પસંદગી કરી છે, જેમણે અગાઉ મહિન્દ્રાના એચસીવી બ્લેઝો અને આઇસીવી ફ્યુરિયો બ્રાન્ડને પ્રમોટર કરી હતી. હવે તેઓ મહિન્દ્રા સુપ્રોપ્રોફિટ ટ્રકના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. આ માટે બ્રાન્ડ અને અજય દેવગણના વ્યક્તિત્વ વચ્ચે રહેલી સામ્યતા તથા સેલિબ્રિટીની ભારતમાં અપીલ જવાબદાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.